Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દેશના અનેક રાજયોમાં ભારે વરસાદઃ હાઈએલર્ટ

મહારાષ્ટ્ર અને બિહારના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિઃ પહાડી પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દેશના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. પહાડી પ્રદેશોમાં નદીઓ ઉફાન ઉપર છે. મહારાષ્ટ્ર અને બિહારના અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ છે. હિમાચલપ્રદેશના ૧૦ જિલ્લાઓમાં એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે આપતિભરી સ્થિતિ સામે સાવચેત રહેવા જણાવાયું છે.

ઉતરાખંડના કુમાઉમાં ભારે વરસાદ  પડી શકે છે. તો દેશની રાજધાની દિલ્હીમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ સંભવ છે.

બીજી તરફ ઉત્તરપ્રદેશમાં અલગ- અલગ રાજયોમાં હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે રાજયમાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

(3:42 pm IST)