Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અબુધાબી ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ ચેરમેન તરીકે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી યુસુફઅલી ની નિમણુંક : ચેરમેન તરીકે ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિન જવાબદારી સંભાળશે

અબુધાબી : અબુધાબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ  વાઇસ ચેરમેન તરીકે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી યુસુફઅલી ની નિમણુંક થઇ છે. તથા ચેરમેન તરીકે ક્રાઉન પ્રિન્સ તથા યુનાઇટેડ આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહંમદ બિન જવાબદારી સંભાળશે .

શ્રી યુસુફઅલીને વાઇસ ચેરમેન તરીકે ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિનએ નિમણુંક આપી છે. શ્રી યુસુફઅલી ગલ્ફ દેશોમાં રિટેલ બિઝનેસ તથા હાઇપર માર્કેટની શૃંખલા ધરાવતા લુલ્લુ ગ્રુપના ચેરમને તથા મેનેજીંગ ડિરેક્ટર છે.

ઉલ્લેખનીય છે કે અબુધાબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સરકાર અને વ્યાવસાયિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે.તેવું ટી.ઓ.ઈ. દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)