Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોરોના મહામારીને રોકવા માટે ખોટી દિશામાં જઈ રહ્યું છે અમેરિકા:ડો.ફૌચિએ ચેતવણી આપી

કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટ તે વિસ્તારોમાં ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે, જ્યાં રસીકરણનો દર ઓછો છે.

અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો.ફૌચિએ ચેતવણી આપી છે કે અમેરિકા કોરોના મહામારીને રોકવા માટે ખોટી દિશામાં જઈ રહ્યું છે.

 

અમેરિકામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. ખાસ કરીને તે લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે જેઓએ અત્યાર સુધી વેક્સિન લીધી નથી.

ડો. એન્થની ફૌચિએ કહ્યું કે, કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટ તે વિસ્તારોમાં ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે, જ્યાં રસીકરણનો દર ઓછો છે.

 

તેમને આગળ કહ્યું કે, વધતા કેસોને નજરમાં રાખતા સ્વાસ્થ્ય અધિકારીઓ દેશમાં બીજી વખત માસ્ક લગાવવાને લઈને ગાઈડલાઈન જાહેર કરવા પર વિચાર કરી રહ્યાં છે.

એક તરફ જ્યાં દુનિયાના મોટાભાગના દેશોમાં માસ્કર લગાવવાના અત્યારે પણ નિયમ છે, ત્યારે અમેરિકાએ મે મહિનામાં જ માસ્ક ના પહેરવાની જાહેરાત કરી દીધી હતી.

અમેરિકન અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, “વેક્સિન લઈ ચૂકેલા લોકો હવે મોટા ભાગના વિસ્તારો પર માસ્ક વગર જ રહી શકે છે.”

અમેરિકામાં કોરોનાના વધતા કેસોને જોતા ડો. ફૌચિએ કહ્યું કે જે લોકોને સંક્રમણ હોવાનો ખતરો વધારે છે, તેમને બૂસ્ટર વેક્સિન આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. ફૌચિએ રવિવારે સીએનએનને જોતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકામાં જે લોકોને રસી આપવામાં આવી નથી તેમના માટે કોરોના વાયરસની સ્થિતિ મહામારી બનતી જઈ રહી છે.

(7:08 pm IST)