Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ભારતમાં બેરોજગારી દરમાં ચિંતાજનક વધારો શહેરો અને ગામડા બંનેની પરિસ્થિતિ ખરાબ

ભારતીય અર્થતંત્ર મોનિટરિંગ સેન્ટર (સીએમઆઈઇ)નાં રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા

નવી દિલ્હી :  ભારતમાં બેરોજગારી છેલ્લા કેટલાક સમયથી ખુબ ઝડપથી વધી છે. ભારતીય અર્થતંત્ર મોનિટરિંગ સેન્ટર (સીએમઆઈઇ)નાં રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સોમવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 18 જુલાઈ સુધીમાં ભારતમાં બેરોજગારીનો દર 5.98 ટકા હતો, જે 25 જુલાઈ સુધીમાં તે 7.14 ટકા પર પહોંચી ચુક્યો છે.

 

રિપોર્ટ છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર વધ્યો છે. જોકે, મહિના મુજબના આંકડાઓમાં બેકારીનો આ દર કંઈક અંશે નીચે આવ્યો છે. જૂનમાં તે 10 ટકા સુધી હતો, પરંતુ કોરોનાના બીજી લહેર પછી આર્થિક બાબતોમાં થોડો સુધારો થયો છે. જેથી બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. નિષ્ણાતોનો દાવો છે કે કોરોનાને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે બેકારીમાં વધારો થયો છે. જ્યારે ત્રીજી લહેરની આશંકા ભવિષ્ય માટે પણ ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યું છે.

સીએમઆઈ દેશનાં શ્રમ બજાર પર નજર રાખે છે. તેના મુજબ ગત સપ્તાહે શહેરી બેરોજગારીનો દર 8.01 પર પહોંચી ગયો છે. ગયા અઠવાડિયે તે 7.94 ટકા હતો. જ્યારે, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.75 પર પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયે 5.1 ની તુલનાએ ઘણો નીચો હતો., વેપારના ફેલાવાને લગતા આંકડા પણ સોમવારે જ જાહેર કરવામાં આવ્યા છે.

 

નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝપ્શન ઇન્ડક્શન (એનઆઇબીઆરઆઈ) દ્વારા જારી કરાયેલા આંકડા ગત સપ્તાહે 96.4 ની સરખામણીએ ઘટીને 95.3 પર આવી ગયા છે. આ આંકડાઓનો ઘટાડો વેપાર પ્રવૃત્તિમાં ઘટાડો પ્રતિબિંબિત કરે છે. આ આંકડા તૈયાર કરનાર સંગઠન મુજબ, આ આંકડા કોરોનાની લહેર પહેલા પણ યોગ્ય જ હતા. જોકે, આ રોગચાળાની તુલનામાં આમાં 4.7 ટકાનો ઘટાડો થઇ ચુક્યો હતો

(11:39 pm IST)