Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ભારતમાં બાઈડન અટક ધરાવતા પાંચ જણા છે

બાઈડન સાથેની મુલાકાતમાં મોદીએ માહિતી આપી : બન્ને નેતાઓની મુલાકાતમાં હસી મજાકનો દોર ચાલ્યો

વોશિંગ્ટન, તા.૨૫ : પીએમ મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં થયેલી પહેલી મુલાકાત ભારે ચર્ચામાં રહી છે. ધ્યાન ખેંચનારી વાત છે કે, મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે હસી મજાકનો દોર ચાલ્યો હતો. જેમાં ભારતમાં રહેતા એક બાઈડન પરિવારનો પણ ઉલ્લેખ થયો હતો. જો બાઈડને કહ્યુ હતુ કે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મેં જ્યારે મુંબઈ પ્રવાસ કર્યો ત્યારે ભારતીય પ્રેસે મને સવાલ કર્યો હોત કે મારા કોઈ સબંધી ભારતમાં રહે છે કે કેમ, તે વખતે મે કહ્યુ હતુ કે મને ખબર નથી પણ ૧૯૭૨માં હું ૨૯ વર્ષનો હતો ત્યારે મને મુંબઈથી કોઈએ પત્ર લખ્યો હતો અને કહ્યુ હતુ કે મારી અટક બાઈડન છે અને તે પછી તેની સાથે વાત થઈ નહોતી.

જોકે બીજા દિવસે ભારતીય પ્રેસે મને કહ્યુ હતુ કે, ભારતમાં બાઈડન અટક ધરાવતા પાંચ લોકો છે. જો બાઈડને આગળ કહ્યુ હતુ કે, પછી મને ખબર પડી હતી કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં એક કેપ્ટન જોર્જ બાઈડન હતા અને તેમણે એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. હું પીએમ મોદીને અપીલ કરૂ છું કે મને ભારતમાં રહેતા બાઈડન પરિવારને શોધવામાં મદદ કરે. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તમે ભારતમાં બાઈડન સરનેમ ધરાવતા લોકોનો ઉલ્લેખ કર્યો છે. મેં ભારતમાં તેમને લગતા કાગળિયા શોધવાની કોશીશ કરી હતી અને કાગળ હું લઈને પણ આવ્યો છું અને શક્ય છે કે, તેમાંથી આગળની કોઈ જાણકારી મળે અને તમને પણ કાગળીયા કામ લાગશે, વાતચીત સાંભળીને હાજર રહેલા બીજા લોકો પણ હસી પડ્યા હતા.

(12:00 am IST)