Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

IPL -2021 :રોમાંચક મેચમાં અંતિમ બોલે હૈદરાબાદ સામે પંજાબ 'કિંગ્સ' બન્યું : હૈદરાબાદને 5 રને હરાવ્યું

જેસન હોલ્ડરે અંતિમ ઓવરમાં સિક્સ ફટકારીને રસાકસી લાવી દીધી :પંજબ વતી રવિ બિશ્નોઈએ 3 વિકેટ તો શમીએ 2 વિકેટ ઝડપી

મુંબઈ : આઈપીએલ 2021 ની 37 મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા હૈદરાબાદ સામે 126 રનનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, એકદમ સરળ લક્ષ્યાંક હોવા છતાં પણ હૈદરાબાદની ટીમ આ લક્ષ્યાક હાંસલ કરવામાં નિષ્ફળ નીવડી હતી. અને 20 ઓવરના અંતે માત્ર 120 રન જ બનાવી શકી હતી. આમ 5 રનોથી પંજાબે જીત મેળવી હતી .

આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી અને ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 125 રન બનાવી શકી હતી. હૈદરાબાદ પાસે જીતવા માટે 126 રનનો લક્ષ્‍યાંક છે.

126 રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમને ડેવિડ વોર્નરના રૂપમાં પહેલી જ ઓવરમાં મોટો ફટકો મળ્યો હતો, જે 2 રને મોહમ્મદ શમીની બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. હૈદરાબાદને બીજો ફટકો મોહમ્મદ શમીએ પણ આપ્યો હતો, જ્યારે તેણે 1 રનના સ્કોર પર ક્લિન બોલ્ડ કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. હૈદરાબાદની ત્રીજી વિકેટ મનીષ પાંડેના રૂપમાં આવી હતી જેણે 23 બોલમાં 13 રન બનાવ્યા હતા અને રવિ બિશ્નોઈ દ્વારા ક્લિન બોલ્ડ થયો હતો.

(10:29 am IST)