Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગુલાબનો ખતરો: ઓડિશાનાં 7 જિલ્લાને હાઇએલર્ટ કરાયા : ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના

આંધ્રમાં NDRFની 5 અને ઓડિશામાં 13 ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડું સક્રિય બનીને આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બંગાળ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું આગામી 12 કલાકમાં વધુ તોફાની બની ઓડિશા તરફ આગળ જશે. જેને કારણે આ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુજરાતમાં 27મી સપ્ટેમ્બરે વાવાઝોડાની અસર દેખાતા વરસાદ પડી શકે છે.

ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ઓડિશાનાં 7 જિલ્લાને હાઇએલર્ટ કરાયા છે. વાવાઝોડું ગુલાબને પગલે  બંગાળ, ઓડિશા તેમજ આંધ્રમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. આંધ્રમાં NDRFની 5 અને ઓડિશામાં 13 ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગુલાબને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં ખાસ કરીને ગુજરાત સુધી વરસાદ લાવે તેવી ધારણા છે. દિલ્હી એનસીઆર તેમજ હરિયાણામાં પણ વરસાદ પડી શકે છે. બીજું એક વાવાઝોડું 28 સપ્ટેમ્બરે બંગાળના અખાતમાં આકાર લેશે જેને કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.

(12:58 pm IST)