Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાજકારણમાંથી લીધો સન્યાસ: ટ્વિટ કરીને કર્યું એલાન

શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટ કરી કહ્યું--'સક્રિય રાજકરણથી વિદાય લઈ રહી છું. જોકે કોંગ્રેસનું સભ્યપદ નહીં છોડું

નવી દિલ્હી :  પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સક્રિય રાજકરણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના પરિવારથી શર્મિષ્ઠા જ એકમાત્ર વ્યક્તિ કોંગ્રેસમાં સક્રિય હતી. શર્મિષ્ઠાના ભાઈ અભિજીત મુખર્જી અમુક સમય અગાઉ કોંગ્રેસ છોડી ટીએમસીમાં જોડાયા હતા

   શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટ કરી જણાવ્યું કે,'સક્રિય રાજકરણથી વિદાય લઈ રહી છું. જોકે કોંગ્રેસનું સભ્યપદ નહીં છોડું. જો કોઈ દેશ કે સમુદાયની સેવા કરવા માગતું હોય તો અન્ય રીતે પણ કરી શકે છે. રાજકરણ મારી માટે યોગ્ય સ્થળ નથી. હું પોતાને અન્ય કાર્યોમાં વ્યસ્ત રાખવા માગું છું.

   રાજકરણમાં વિરોધ કરવા માટે એક વિશેષ ભૂખની જરૂર હોય છે, મને લાગ્યું કે રાજકરણાં જોઈએ તેવી ભૂખ મારામાં નથી. તેથી સક્રિય રાજકરણમાં રહેવાનો કોઈ અર્થ નથી. ' શર્મિષ્ઠા મુખર્જીએ સાથે સ્પષ્ટ કર્યું કે, તેમને કોંગ્રેસ પક્ષથી કોઈ સમસ્યા નથી અને તેમણે આ નિર્ણય કોઈ અન્ય પક્ષમાં સામેલ થવા નથી લીધો. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાના નિર્ણય અંગે પહેલા જ જણાવી દીધું હતું.

(6:35 pm IST)