Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 54 રને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું: હર્ષલ પટેલની હેટ્રિક

આરસીબીના 165 રનના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ

મુંબઈ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી મેક્સવેલ અને કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. મુંબઈ તરફથી શાનદાર બોલિંગ કરતા બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલની રમતે મુંબઇ સામે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. બંને એ ફીફટી લગાવી હતી. ગ્લેન મેક્સવેલે તોફાની રમત રમી હતી. જેને લઇને બેંગ્લોરની ટીમ યોગ્ય પડકાર ખડકી શકી હતી. જેની સામ રોહિત શર્મા અને ક્વિન્ટ ડી કોકે સારી શરુઆત અપાવી હતી. પરંતુ રોહિત શર્માના આઉટ થવા બાદ એક બાજ એક મીડલ ઓર્ડર બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. જેને લઇ મુંબઇની મુશ્કેલીઓ વધી ગઇ હતી. મુંબઇની ટીમ 18.1 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ટીમે શરુઆત સારી કરી હતી પરંતુ મધ્યક્રમ સદંતર નિષ્ફળ રહેતા મુંબઇની સ્થિતી બેંગ્લોર સામે કફોડી બની ગઇ હતી. મીડલ ઓર્ડરે રન ચેઝ કરવાની યોજનાને સમાપ્ત કરી દીધી હતી. રોહિત શર્માએ 28 બોલમાં 43 રનની ઇનીંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 23 બોલમાં 24 રન કર્યા હતા. બંનેએ અર્ધશતકીય ઇનીંગ રમી હતી.

મીડલ ઓર્ડરના ઇશાન, સૂર્યકુમાર, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યા હતા. ઇશાન કિશને 9 રન, સૂર્યકુમાર યાદવે 8 રન અને કૃણાલ પંડ્યાએ 5 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા 3 રને પેવેલિયન પરત ફર્યો હતો. કિયરોન પોલાર્ડ પણ 7 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. રાહુલ ચાહર ગોલ્ડન ડક આઉટ થયો હતો. હાર્દિક, પોલાર્ડ અને ચાહર હર્ષલ પટેલની હેટ્રીક વિકેટનો શિકાર થયા હતા. જસપ્રિત બુમરાહ 5 રન બનાવીને આઉટ થયો હતો આમ મુંબઇની ટીમ 18.1 ઓવરમાં જ 111 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

(11:42 pm IST)