Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૨૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

તમારો નિર્ણય

‘‘દુનીયાનો બધો જ પ્રેમ તમને આપી સકાય છે પરંતુ જો તમે દુઃખી રહેવાનું જ પસંદ કરો તો તમે દુખી જ રહેશો વ્‍યકિત ખૂબજ ખૂશ રહી શકે છે કોઇ પણ કારણ વિના પણ કારણ કે ખુશ થવુ અને દુઃખી થવુ એ તમારા નિર્ણયો છે''

સુખ અને દુઃખ બંને તમારા ઉપર જ આધારિત છે આ સમજણ આવવા માટે ઘણો સમય લાગે છ.ે કારણ કે તમારા અહંકાર માટે એ વિચારવુ સરળ છે કે બીજા લોકો તમને દુઃખી કરે છે અહંકાર અશકય પરીસ્‍થિતીઓ ઉભી કરતો રહે છે અને તે કહે છે કે પહેલા આ વસ્‍તુ થઇ જાય પછી તમે ખુશ થઇ શકો તે કહે છે કે આટલી બીહામણી દુનિયામાં તમે ખૂશ કઇ રીતે થઇ શકો ?જો તમે તમારી જાતને બરાબર જોશો તો તમને તમારા ઉપર હસવુ આવશે તે હાસ્‍યાસ્‍પદ છે આપણે જે કરીએ છીએ તે નીરર્થક છે કોઇ આપણને તે  કરવા માટે જબરદસ્‍તી નથી કરતુ છતા પણ આપણે તે કરતા જ જઇએ છીએ-અને મદદ માટે રડીએ છીએ તમે જાતે જ તેમાંથી બહાર આવી શકો છો તમે જાતે જ દુઃખી થાવ છો અને પછી દિલગીરી અને પ્રેમની અપેક્ષા રાખો છો.

જો તમે ખૂશ હશો તો પ્રેમ તમારા તરફ વહેશે. તેની અપેક્ષા રાખવાની જરૂર નથી તે એક મૂળભુત નીયમ છે જેમ પાણી નીચેની તરફ વહે છે. અને આગ ઉપરની તરફ વહે છે પ્રેમ ખુશી તરફ વહી છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:53 am IST)