Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કુલ્લુમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકીઃ ૭ લોકોના મોતઃ ૧૦ ઇજાગ્રસ્‍ત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજાર ઘાટીના ધિયાગી વિસ્‍તારમાં NH 305 પર ગઇકાલે મોડી રાતે એક ભયાનક અકસ્‍માત થયો હતો

કુલુ, તા.૨૬: પ્રવાસીઓથી ભરેલુ વાહન ઉંડી ખીણમાં પડી જતા સાત લોકોના મોત થયા હતા અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. ૫ ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૫ની સારવાર બંજરની હોસ્‍પિટલમાં ચાલી રહી છે.IIT વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૭ પ્રવાસીઓ દિલ્‍હીથી કુલ્લુની મુલાકાતે આવ્‍યા હતા. રવિવારે તેઓ જાલોરી જોતની મુલાકાતે ગયા હતા. રાત્રે બંજાર તરફ પાછા આવી રહ્યા હતા ત્‍યારે ધ્‍યાગી વળાંક પાસે અનલોડિંગમાં બ્રેક ન લાગતા વાહન ઉંડી ખાડીમાં પડયું. જેમાં ૭ જેટલા પ્રવાસીઓના મૃત્‍યુ થયા હતા.

 

(4:11 pm IST)