Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

માંસાહારી પુરૂષો સાથે મહિલાઓ ન બાંધે ‘સંબંધ' : અમલમાં મુકે ‘સેકસ સ્‍ટ્રાઇક'

આંતરરાષ્‍ટ્રીય સંગઠન પેટાની મહિલાઓને અજબ અપીલ

નવી દિલ્‍હી, તા.૨૬: આંતરરાષ્‍ટ્રીય ંસંગઠન પેટા (પીઇટીએ) એ હવે મહિલાઓને એક અજબ અપીલ કરી છે. જેમાં કહેવાયુ છે કે માંસ ખાનારા પુરૂષો સાથે મહિલાઓએ પથારીથી અંતર રાખવુ જોઇએ. માંસાહારી પુરૂષોનું બિસ્‍તર પર સ્‍વાગત ના થવું જોઇએ. પેટાની અપીલમાં એવુ કહેવાયુ છે કે માંસ ખાનારા પુરૂષો સાથે મહિલાઓએ ‘સેકસ સ્‍ટ્રાઇક' કરવી જોઇએ. સાથે જ સંગઠને માંસ પર ૪૧ ટકા ટેક્ષ લગાવવાની માંગણી કરી છે.
છેલ્લા કેટલાય વર્ષોથી લોકોને શાકાહાર તરફ પ્રેરિત કરનારી આ એનજીઓ સંસ્‍થાઓ હવે વિચીત્ર પધ્‍ધતિ શોધી છે. સંસ્‍થાના મુખ્‍ય સભ્‍યોનું માનવુ છે કે આનાથી ઝડપથી જાગૃતિ આવશે અને લોકો પશુઓને આહાર બનાવવાનું એટલે કે માંસ ખાવાનુ બંધ કરશે. તેના માટે હવે મહિલાઓનો સહારો લેવાઇ રહ્યો છે. મહિલાઓને અપીલ કરાઇ રહી છે કે તેઓ જે કોઇ પુરૂષના સંપર્કમાં હોય તેમને જયાં સુધી તેઓ માંસાહાર ના છોડે ત્‍યાં સુધી બિસ્‍તરમાં વેલકમ ના કરે. સંગઠનનું કહેવું છે કે જો મહિલાઓ આવુ કરે તો પુરૂષો ચોક્કસ માંસાહાર છોડવા મજબૂર બની જશે.
પેટા (પીઇટીએ) એટલે કે પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેંટસ ઓફ એનીમલ એ એક એનીમલ રાઇટ સંગઠન છે જે વર્જીનીર્યામાં સ્‍થિત છે. વિશ્‍વભરમાં સ્‍થિત પેટા સંસ્‍થાઓમાં લગભગ ૯૦ લાખથી વધારે સભ્‍યો છે. તેનો ઉદ્દેશ જાનવરોની સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આખા વિશ્‍વમાં પેટાના સભ્‍યો લોકોને સમજાવે છે કે જાનવર આપણાં પ્રયોગો કરવા, ખાવા, પહેરવા, મનોરંજન માટે ઉપયોગ કરવા અથવા અન્‍ય કોઇ દુર્વ્‍યવહાર કરવા માટે નથી.
એક તાજા રિસર્ચમાં દાવો કરાયો છે કે માંસ ખાનારા લોકો ગ્રીન હાઉસ ગેસ ઉત્‍સર્જનમાં યોગ દાન કરે છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષો વાતાવરણને ૪૧ ટકા વધારે પ્રદૂષિત કરે છે. એટલે જ પેટાએ પૃથ્‍વીના ઉષ્‍ણતામાનને વધતુ રોકવા માટે માંસ પર ૪૧ ટકા ટેક્ષ લગાવવાની પણ માંગણી કરી છે.

 

(4:14 pm IST)