Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઈરાનમાં ચાલી રહેલું હિજાબ વિરોધી આંદોલન વિશ્વભરમાંમાં ફેલાઈ રહ્યું છે: હજારો લોકોએ પેરિસ અને લંડનમાં જબરા દેખાવો કર્યા

ઈરાનની બહાર લંડન અને પેરિસમાં પણ હિજાબ વિરોધી આંદોલન વેગ પકડી રહ્યું છે. 

પેરિસમાં હજારો મહિલાઓ અને પુરુષો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.  આ દેખાવો ઈરાનની એલચી કચેરીની બહાર થઈ રહ્યા છે.
ઈરાનમાં, મહસા અમીનીની તબિયત લથડી અને પછી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા પછી હિજાબ વિરોધી આંદોલન ચાલુ થયું છે.  એટલું જ નહીં, હવે આ આંદોલનોએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે.  ઈરાન બહાર લંડન અને પેરિસ જેવા યુરોપિયન શહેરોમાં પણ હિજાબ વિરોધી ચળવળો થઈ રહી છે.  પેરિસમાં હજારો મહિલાઓ અને પુરૂષો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઈરાની લોકો માટે તેમનો ટેકો વ્યક્ત કરી રહ્યા છે. 
લોકોએ ઈરાની દૂતાવાસની બહાર 'નૈતિકતા(મોરેલિટી) પોલીસ'નો વિરોધ કર્યો છે.  પેરિસ ઉપરાંત લંડનમાં પણ આવા જ પ્રદર્શનો થઈ રહ્યા છે.  કેનેડામાં પણ કેટલીક જગ્યાએ આંદોલનો થયા છે.

 

(6:54 pm IST)