Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શાહરૂખ ખાન સામેના ફોજદારી કેસને રદ કરવાના ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટનું સમર્થન : 2017 ની સાલમાં 'રઈસ' ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલ્વે સ્ટેશન પર કથિત ધક્કા મુક્કી દરમિયાન અનેક ચાહકોને ઇજા થઇ હતી તથા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું


ન્યુદિલ્હી : સુપ્રિમ કોર્ટે બોલિવૂડ અભિનેતા, શાહરૂખ ખાન સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને રદબાતલ કરતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. જેમની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન 2017માં વડોદરા રેલ્વે સ્ટેશન પર કથિત રીતે નાસભાગ મચી જવાનો કેસ નોંધાયો હતો.જે અંતર્ગત કથિત ધક્કા મુક્કી દરમિયાન અનેક ચાહકોને ઇજા થઇ હતી તથા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું .એક ખાનગી ફરિયાદના આધારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના જાન્યુઆરી 2022ના ચુકાદાને પડકારતી મૂળ ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:26 pm IST)