Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણી : CAPF ની બે વધારે ટુકડીઓ મુકવા સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ : ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના કાર્યકરો ઉપર સત્તાધારી ભાજપ દ્વારા હિંસા આચરાતી હોવાની તૃણમૂલ કોંગ્રેસ તથા કમ્યુનિસ્ટ પાર્ટીએ કરેલી ફરિયાદ અનુસંધાને નામદાર કોર્ટનો નિર્ણય : પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને મતદાનની કાર્યવાહી કવર કરવા માટે અવરોધ વિના પ્રવેશ આપવાની સૂચના


ન્યુદિલ્હી : ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણી પ્રચાર  દરમિયાન પોતાના કાર્યકરો ઉપર સત્તાધારી ભાજપ દ્વારા હિંસા આચરાતી હોવાની તૃણમૂલ કોંગ્રેસ તથા કમ્યુનિસ્ટ પાર્ટીએ કરેલી ફરિયાદ અનુસંધાને સુપ્રીમ કોર્ટએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની બે વધારાની બે વધારે ટુકડીઓ મુકવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આદેશ કર્યો છે. જેથી મ્યુનિસિપલ ચૂંટણીઓ કોઈપણ વિક્ષેપ વિના થઈ શકે..સાથોસાથ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને મતદાનની કાર્યવાહી કવર કરવા માટે અવરોધ વિના પ્રવેશ આપવાની સૂચના આપી છે. તથા આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે SEC અને સત્તાવાળાઓને નિર્દેશો જારી કરવા જણાવાયું છે.

ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, સૂર્યકાન્ત અને વિક્રમ નાથની બેંચ રાજ્યમાં રાજકીય હિંસાને કારણે ત્રિપુરામાં મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમિયાન વધારાની સુરક્ષાની માંગ કરતી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સહિતની એક બેચની સુનાવણી કરી રહી હતી. બુધવારે મોડી રાત્રે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) એ પણ સત્તાધારી ભાજપ દ્વારા તેમની પાર્ટીના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

આરોપોની યોગ્યતાની તપાસ કરવા માટે સમય ફાળવવાથી આદેશ આપવામાં  વિલંબ થશે. આથી તાકીદના સંદર્ભમાં, નામદાર કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો તથા આ મામલો આગામી અઠવાડિયે વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષકારોને કોઈપણ તાકીદની પરિસ્થિતિમાં કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:04 pm IST)