Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા ઓનલાઇન નુતન વર્ષ સેલિબ્રેશન

ન્યુઝર્સી : કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA) દ્વારા તાજેતરમા ંદિવાળી અને નવા-વર્ષની અનોખી અને શાનદાર રીતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવેલ. KPSNA  સૌરાષ્ટ્રમાંથી ગયેલા અને યુએસએ તથા કેનેડામાં વસતા ૩૦૦૦ થી પણ વધુ કડવા પટેલ પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. કાર્યક્રમની શરુઆતમાં KPSNA નાં પ્રમુખ સંજયભાઈ કાલાવડિયાએ બધા જ કોમ્યુનિટી મેમ્બર્સને આવકારી સમગ્ર સમાજવતી શુભેચ્છા પાઠવી હતી. દિવાળીની એકસાથે મળીને ઉમંગભર ઉજવણી કરવા માટે અમેરિકા / કેનેડામાંથી લગભગ ૧૫૦ થી પણ વધુ કડવા પટેલ પરિવારોએ ભાગ લીધો હતો. આ અવસરે ખાસ મહેમાન તરીકે ભારત સરકારનાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગનાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી માનનીય શ્રી પુરષોત્ત્।મભાઈ રૂપાલા નવી દિલ્હીથી જોડાયા હતા. શ્રી રૂપાલાએ ભારતમાં કોવિડ-૧૯ ની બીજી લહેર વખતે KPSNA સમાજનાં સભ્યોએ વિદેશની ધરતીને પોતાની કર્મ ભૂમિ બનાવ્યા બાદ વતનથી હજારો માઈલ દૂર વસીને પણ માદરે વતનનાં ભાઈઓ-બહેનો મદદી કરેલ તે બદલ આભાર માન્યો હતો. ડો. જગદીશ ત્રિવેદીએ નોર્થ અમેરિકામાં આપણા વારસાને જીવંત રાખવા માટે હસ્યનું મહત્વ સમજાવ્યુ હતુ તથા પોતાની આગવી શૈલીમાં બધાજ મેમ્બર્સને હાસ્ય રસથી તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન KPSNA દ્વારા ગત વર્ષમાં હાથ ધરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતો વિડિઓ રજુ કરવામાં આવેલ. KPSNA ના મહિલા કારોબારી સભ્યોએ રંગોળીની હરીફાઈનું આયોજન કર્યું હતું જેમાં સમાજનાં લગભગ ૩૦ જેટલા પાર્ટિસિપન્ટ્સ દ્વારા અદ્દભુત રંગોળીઓ પ્રદર્શિત કરવામાં આવેલ. ત્રણ વિજેતાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એક બીજાને વ્યકિતગત રીતે સાલ-મુબારકની શુભેચ્છા પાઠવવા માટે વર્ચ્યુઅલ બ્રેક-આઉટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતમાં KPSNA નાં ટ્રસ્ટી મંડળે મહેમાનો અને દરેક સભ્યનો તેમજ સફળ ઓનલાઈન દિવાળીની ઉજવણીનું સંકલન કરવા બદલ તમામ એકઝીકયુટિવ કમિટી મેમ્બર્સનો આભાર માન્યો હતો.

(2:50 pm IST)