Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સાબરમતી આશ્રમના નવીનીકરણ/પુનઃવિકાસ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો પડકાર : આશ્રમ એક ઐતિહાસિક સ્મારક છે અને તેથી તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ : ગાંધીજીના ઈતિહાસ, તથા સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકાને સાચવવા અને ગાંધીજીની ફિલસૂફી, મૂલ્યો અને ઉપદેશોને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે તેવું ગુજરાત હાઈકૉર્ટનું તારણ : એક એકરમાં ફેલાયેલા આશ્રમને યથાવત સ્થિતિમાં રાખીને આજુબાજુમાં આવેલી ૫૫ એકર જમીનનો વિકાસ કરી તેનું નવ નિર્માણ કરાશે : ગુજરાત હાઇકોર્ટે તુષાર ગાંધીની અરજીનો નિકાલ કર્યો

અમદાવાદ : સાબરમતી આશ્રમના નવીનીકરણ/પુનઃવિકાસ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.જેમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમના અંદાજિત રૂ. 1,200 કરોડના ખર્ચે નવીનીકરણ/પુનઃવિકાસ કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી હતી. પિટિશનમાં જણાવાયા મુજબ આશ્રમ એક ઐતિહાસિક સ્મારક છે અને તેથી તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.તેમાં ફેરફાર કરવો તે બાબત મહાત્મા ગાંધીની ઈચ્છા વિરુદ્ધ ગણાશે.

ગુજરાત સરકારની 5 માર્ચની દરખાસ્તને રદ કરવાની માંગ કરતી ગાંધીની અરજી પર કોર્ટ વિચારણા કરી રહી હતી. તેમાં સરકારી અધિકારીઓ સંપૂર્ણપણે સામેલ હતા.

ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે સુધારણા યોજના હાલના ગાંધી/સાબરમતી આશ્રમ (સાબરમતી રિવરફ્રન્ટ પર)ને ખલેલ પહોંચાડશે નહીં અને આશ્રમની સુધારણા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ દરમિયાન પણ આવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.ગાંધીજીના ઈતિહાસ, તથા સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકાને સાચવવા અને ગાંધીજીની ફિલસૂફી, મૂલ્યો અને ઉપદેશોને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે .એક એકરમાં ફેલાયેલા આશ્રમને યથાવત સ્થિતિમાં રાખીને આજુબાજુમાં આવેલી ૫૫ એકર જમીનનો વિકાસ કરી તેનું નવ નિર્માણ કરાશે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે સરકારના આદેશને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે ગાંધીજીના ઈતિહાસ, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકાને સાચવવા અને ગાંધીજીની મહાન ફિલસૂફી, મૂલ્યો અને ઉપદેશોને પ્રોત્સાહન આપવા અને શિક્ષિત કરવા માટે સરકાર આ પ્રોજેક્ટ લઈને આવી છે. સરકાર ગાંધી આશ્રમના પુનરુત્થાન માટે એક વ્યાપક દરખાસ્ત લઈને આવી હતી અને સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત અનેક પ્રતિનિધિઓ ધરાવતી ગવર્નિંગ કાઉન્સિલની રચના પણ કરી હતી.

અરજદારના તમામ ડર અને આશંકાઓ સરકારના આદેશથી જ દૂર થઈ ગયા છે.અરજીકર્તાનો ડર સરકારી આદેશથી સમાપ્ત થયો": ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમને પુનર્જીવિત કરવાના નિર્ણય સામે તુષાર ગાંધીની અરજીનો નિકાલ કર્યો.

કોર્ટે વધુમાં નોંધ્યું કે સરકારે તેના આદેશમાં ગવર્નિંગ કાઉન્સિલની ભૂમિકા અને જવાબદારી નક્કી કરી છે. આ અવલોકનો સાથે, કોર્ટે જણાવ્યું હતું કે સરકારના આદેશ પછી અરજદારની આશંકાઓ દૂર થઈ ગઈ છે. આ સાથે કોર્ટે એડવોકેટ જનરલની દલીલો અને બાંયધરીઓને ધ્યાનમાં રાખીને અરજીનો નિકાલ કર્યો હતો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)