Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મ્યાનમાર-ભારત સરહદે ૬.૦નો-ભૂકંપઃ કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજયા

કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે ૬.૧૫ વાગ્યે ૬.૦નો તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજયના થાનલાંગ નગરથી ઈશાન ખૂણે ૮ કિ.મી. દૂરના સ્થળે આવ્યો હતો. આ સ્થળ બાંગ્લાદેશના ચિત્ત્।ાગોંગ શહેરની પૂર્વ બાજુએ ૧૭૪ કિ.મી. દૂર આવેલું છે. ભૂૂકંપના આંચકાનો અનુભવ છેક ભારતમાં પશ્ચિમ બંગાળ (કોલકાતા), ત્રિપુરા અને આસામ (ગુવાહાટી) રાજયોમાં પણ થયો હતો.

ભૂકંપ ધરતીની સપાટીથી ૩૦ કિ.મી. (૧૮.૬૪ માઈલ) ઊંડે આવ્યો હતો. આ સ્થળ ઈશાન ભારતના મણિપુર રાજયના પાટનગર ઐઝવાલના અગ્નિ ખૂણે ૧૨૬ કિ.મી. દૂર આવેલું છે. ભૂકંપની કેટલીક મિનિટો બાદ બીજો ભૂકંપ પણ આવ્યો હતો.

(10:09 am IST)