Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ITનું મેગા ઓપરેશન

એસ્ટ્રેલ પાઇપ અને રત્નમણી મેટલ્સના દરોડામાં બસ્સો કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા!

નવી દિલ્હી, તા.૨૬: અમદાવાદમાં એસ્ટ્રેલ પાઇપ અને રત્નમણી મેટલ્સને ત્યાં આઇટીની કાર્યવાહીમાં ચાર કરોડની જવેલરી મળી છે. આ ઉપરાંત બસો કરોડના બિનહિસાબી વ્યવહારો પણ આઇટીને હાથે લાગ્યા છે. આવકવેરા વિભાગે એસ્ટ્રલ પાઇપના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિ મેટલ્સના ચેરમેન પ્રકાર સંદ્યવીના ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ કરી હતી.

આ ઉપરાંત મોનાર્ક શેર બ્રોકિંગ એજન્સીના ત્યાંથી પણ આયકર વિભાગને દ્યણા આઈ.પી.ઓ અને તેની ભૂમિકા બીટકોઈનમાં જોવા મળી છે. આ તપાસમાં હજુ પણ વધુ કાળુ નાણુ અને અન્ય મોટા માથાઓની સંડોવણીની શકયતા જોવાઇ રહી છે.

અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ અને રત્નમણી મેટલ્સ ગ્રુપ પર વહેલી સવારથી જ ITના દરોડા પડ્યા હતા. એસ્ટ્રલની કોર્પોરેટ ઓફીસ અને નારણપુરા અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી રત્નમણી મેટલ્સની ઓફીસ પર વહેલી સવારથી જ IT વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાંઅમદાવાદ, મુંબઈ, દિલ્હીમાં મળી ૪૦ લોકેશન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ૫૦ થી વધુ અધિકારીઓ અને ૧૦૦ થી વધુ કર્મચારીઓ સામેલ થયા હતા.

(3:28 pm IST)