Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અવનાર બે વર્ષોમાં ઇલેકટ્રીક અને પેટ્રોલ ગાડીઓની કિંમત એક જેવી જ થશે : ર૦ર૩ સુધી મુખ્ય હાઇવે પર ૬૦૦ ચાર્જિંગ પોઇન્ટ સ્થપાશે : નીતિન ગડકરી

ઇલેકટ્રીક વ્હીકલ લેવાના હોય તો રોકાઇ જજો : થશે મોટો ફાયદો

નવી દિલ્હી, તા.૨૬: દેશભરમાં હાલ ઈલેકિટ્રક વ્હીકલની ધૂમ છે. સતત નવી ઈલેકિટ્રક કાર અને સ્કૂટર લોન્ચ કરવામાં આવી રહ્યા છે. લોકો હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાના કારણે ઈલેકિટ્રક ગાડીઓને ખરીદવામાં ખૂબ જ રસ દર્શાવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો ભારે-ભરખમ કિંમતોના કારણે હાલ ઈલેકિટ્રક ગાડીઓને ખરદવાથી બચી રહ્યા છે.

પરંતુ હવે એવા લોકો માટે  સારી ખબર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અવનાર બે વર્ષોમાં ઈલેકિટ્રક અને પેટ્રોલ ગાડીઓની કિંમત એક જેવી જ થઈ જશે. ગડકરીએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે.

ગડકરીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FFY21 એજીએમના વાર્ષિક સત્રને સંબોધિત કરતા કહ્યું, બે વર્ષની અંદર, ઈલેકિટ્રક વ્હીકલની કિંમત તે સ્તર પર આવી જશે જે તેના પેટ્રોલ વેરિએન્ટના બરાબર હશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ઈવી ર્ચાજિંગ સુવિધાઓનો પણ વિસ્તાર કરવાનું કામ કરી રહી છે. ગડકરીએ આગળ જણાવ્યું કે, અમે ૨૦૨૩ સુધી મેઈન હાઈવે પર ૬૦૦ ઈવી ર્ચાજિંગ પોઈન્ટ સ્થાપિત કરી રહ્યા છે. સરકાર એમ પણ સુનિશ્ચિ કરવા માંગે છે કે ર્ચાજિંગ સ્ટેશન અથવા પવન વિજળી જેવા નવીકરણીય સ્ત્રોતોથી સંચાલિત હોય.

ગડકરીએ કહ્યું કે ચ્સ્નો ખર્ચ વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઈવી ક્રાંતિની આશા કરી રહ્યું છે. જેમાં ૨૫૦ સ્ટાર્ટઅપ વ્યવસાય ખર્ચ પ્રભાવી ઈવી પ્રૌદ્યોગિકી નિર્માણમાં લાગેલા છે. તે ઉપરાંત પ્રમુખ વાહન નિર્માતા ઈવી ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈલેકિટ્રક વાહનો પર જીએસટી ફકત ૫્રુ અને વધારે લિથિયમ-આયર્ન બેટરીનો ખર્ચ પણ ઘટી રહ્યો છે.

ગડકરીનું એમ પણ માનવું છે કે સસ્તા પ્રતિ કિલોમીટરના ખર્ચના કારણે ભારતમાં ઈલેકિટ્રક વાહનોના ખૂબ વેચાણ થઈ રહ્યા છે. ઁપેટ્રોલથી ચાલતી કારની કિંમત પ્રતિ કિલોમીટર ૧૦ રૂપિયા, ડીઝલની કિંમત ૭ રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઈલેકિટ્રક વ્હીકલની કિંમત ફકત ૧ રૂપિયા પ્રતિ કિલોમીટર છે.ઁ મંત્રીએ ગૈસોલીન અને ડીઝલ જેવા પારંપરિક ઈંધણ પર નિર્ભરતા ઓછી કરવા માટે ઈથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગ પર જોર આપ્યું છે.

(3:30 pm IST)