Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પંજાબ સરકાર ડ્રગ્સની સમસ્યા અને અપમાનના રિપોર્ટને સાર્વજનિક કરે નહી તો હું ભૂખ હડતાળ કરીશ

સિદ્ધુએ પોતાની જ સરકાર વિરૂદ્ધ શસ્ત્ર ઉગામ્યું

પટિયાલા,તા.૨૬ :  પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ વધુ એક ગુગલી ફેંકીને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધારી દીધી છે. સિદ્ધુએ ગુરવારે એક જન સભાને સંબોધિત કરતાં કહ્યું કે, તેમને પોતાની જ સરકાર વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપી હતી. સિદ્ઘુએ વધુમાં ઉમેર્યું કે, જો પંજાબ સરકાર રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા અને અપમાનના મામલે તૈયાર રિપોર્ટને સાર્વજનિક ના કરે તો મારે ભૂખ હડતાલ પર બેસવું પડશે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ કેબલ ટીવી કંપનીને ફાસ્ટવે લઈને સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલી ચુક્યા છે. તેમણે ફાસ્ટવે પર ટેકસ ચોરીનો આરોપ લગાવતાં કહ્યું કે, પંજાબ સરકાર આ મામમેલ કોઈ નક્કર કાર્યવાહી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, પંજાબમાં કેબલ ટીવી નેટવર્ક પર ફાસ્ટવેનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવે અને કેબલ ઓપરેટરોને આ ઝંઝટમાંથી મુકતી આપવી શકાય.

આ પહેલીવાર નથી કે જ્યારે પંજાબમાં સિદ્ધુ  અને ચન્ની વચ્ચે લડાઈ જોવા મળી હોય. પંજાબના એડવોકેટ જનરલ એપીએસ દેઓલ અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે અપમાન અને ડ્રગ્સ કેસને લઈને ઝઘડો પણ થયો હતો. સિદ્ધુનું દબાણ હતું કે સીએમ ચન્નીને પંજાબના એડવોકેટ જનરલને હટાવવા પડ્યા.

સિદ્ધુએ કહ્યું હતું કે, અમારી કોંગ્રેસ પાર્ટી અપમાનના મામલામાં ન્યાય આપવાના વચન સાથે સત્તામાં આવી હતી. જેમાં તમે મુખ્ય કાવતરાખોરો વતી હાઈકોર્ટમાં હાજર થયા હતા અને અમારી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સિદ્ધુની પસંદગી દીપેન્દ્ર સિંહ પટવાલિયાને એપીએસ દેઓલની જગ્યાએ પંજાબના એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા છે.

(3:52 pm IST)