Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જો રાજ્યોમાં ચૂંટણીઓ ના યોજાવાની હોત તો કદાચ સરકાર ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત ના કરતઃ શરદ પવાર

જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા બનાવતા પહેલા તમામ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં તેના પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત

મુંબઇઃ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારનુ કહેવુ છે કે, જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા બનાવતા પહેલા તમામ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં તેના પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જો રાજ્યોમાં ચૂંટણીઓ ના યોજાવાની હોત તો કદાચ સરકાર ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત ના કરત.
તેમણે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર અંગે કહ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને જો ત્રણે પાર્ટી ભેગી થઈને ચૂંટણી લડશે તો મહારાષ્ટ્રમાં ફરી સત્તા પર પણ આવશે.


 

(5:59 pm IST)