Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વર્ષ 2022માં પાઠ ભણાવ્યા બાદ અસામાજિક તત્વોએ હિંસા છોડી:ભાજપે કોમી હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરી રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપી : અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ખેડા જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું કે 1995 પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન મોટા પાયે કોમી રમખાણો થતા હતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા બીજેપીના નેતાઓ 2002ના રમખાણોવાળા વર્ષને યાદ કરાવીને મતોનું ધ્રુવીકરણ કરવામાં લાગ્યા છે. પીએમ મોદી, યોગી અને હવે અમિતભાઈ શાહે એક સમાન નિવેદન આપ્યું છે. અમિતભાઈ શાહે પણ 2002માં થયેલા રમખાણોને આડકતરી રીતે એક સબકના રૂપમાં દર્શાવ્યો છે.અત્યાર સુધી વિકાસની વાતો કરનારી બીજેપીએ ચૂંટણી નજીક આવતા ટ્રેક બદલીને અચાનક હિન્દૂ-મુસ્લિમની રાજનીતિ પર આવી ગઈ છે. .

વર્તમાનમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની દયનિય સ્થિતિ વગેરે જેવા અનેક મુદ્દાઓ વચ્ચે વિકાસની વાતોને નજર અંદાજ કરીને બીજેપીએ હિન્દૂ-મુસ્લિમની રાજનીતિ શરૂ કરી દીધી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે શુક્રવારે ગુજરાતના ખેડા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે 1995 પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન મોટા પાયે કોમી રમખાણો થતા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અલગ-અલગ સમુદાય અને જાતિના લોકોને આપસમાં લડવા માટે ઉશ્કેરતી હતી.

ગૃહમંત્રી શાહે કહ્યું કે, કોંગ્રેસના સમર્થનથી ગુજરાતમાં અગાઉ અસામાજિક તત્વો હિંસા કરતા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2002માં ગુનેગારોને પાઠ ભણાવ્યા બાદ તેમણે રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં કાયમી શાંતિ વ્યવસ્થા સ્થાપી છે. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન સળગાવવાની ઘટના બાદ ગુજરાતના ઘણા ભાગોમાં મોટા પાયે હિંસા થઈ હતી.

 

આવતા મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ખેડા જિલ્લાના મહુધા શહેરમાં એક રેલીને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો, “1995 પહેલા કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ રાજ્યમાં વિવિધ સમુદાયો અને જાતિના લોકોને પોતાની વચ્ચે લડવા માટે ઉશ્કેરતી હતી. અમિતભાઇ શાહે કહ્યું કે ગુજરાતમાં આવા તોફાનો દ્વારા કોંગ્રેસે પોતાની વોટબેંક મજબૂત કરી જેના કારણે એક મોટા વર્ગને અન્યાય થયો. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે કોંગ્રેસના લાંબા સમયથી સમર્થનને કારણે ગુનેગારોને હિંસા કરવાની આદત પડી ગઈ હતી. તેમણે કહ્યું, ‘વર્ષ 2022માં તેમને પાઠ ભણાવ્યા બાદ અસામાજિક તત્વોએ હિંસા છોડી દીધી હતી. ભાજપે કોમી હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી છે.

 

(9:05 pm IST)