Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત બાદ અટકળ : રાજકીય ગરમાવો

મુલાકાત દરમિયાન બીજેપીના બે ધારાસભ્ય અગ્નિમિત્રા પાલ અને મનોજ તિગ્ગા પણ હાજર હતા.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત પછી આને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. અધિકારીએ કહ્યું કે, તેમની આજે મમતા સાથે ત્રણ-ચાર મીનિટની મુલાકાત થઈ.

પત્રકારો સાથે વાતચીતમાં તેમને કહ્યું કે, નંદીગ્રામથી મમતા વિરૂદ્ધ ચૂંટણી લડવાનો તેમની કોઈ વ્યક્તિગત લડાઈ નથી. આ વિચારધારાની લડાઈ હતી. આ મુલાકાતને લઈને અનેક રીતની અટકળો પણ લગાવવામાં આવી રહી છે.

પરંતુ શભેન્દુએ કહ્યું કે, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી સાથેની મુલાકાત દરમિયાન બીજેપીના બે ધારાસભ્ય અગ્નિમિત્રા પાલ અને મનોજ તિગ્ગા પણ હાજર હતા.

વિધાનસભા ચૂંટણી પછી મમતા બેનર્જીથી શુભેન્દુની આ પહેલી મુલાકાત હતી. શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવી દીધા હતા.

 

(10:09 pm IST)