Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

‘મહિલાઓ કઈ ન પહેરે તો પણ લાગે છે સારી..!' બાબાની જીભ લપસી

યોગ ગુરૂ બાબા રામદેવે મહિલાઓના કપડા અંગે વાંધાજનક ટિપ્‍પણી કરી છેઃ થાણેમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, મારા મતે મહિલાઓ કંઈ પણ પહેર્યા વિના સારી દેખાય છે

થાણે,તા. ૨૬ : યોગગુરૂ બાબા રામદેવે મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મહિલાઓના કપડાને લઈને વિવાદાસ્‍પદ ટિપ્‍પણી કરી છે. એક કાર્યક્રમ દરમિયાન બોલતા બાબા રામદેવે કહ્યું કે મહિલાઓ સાડી પહેરીને પણ સારી લાગે છે. તેઓ સલવાર કમીઝ પહેરીને પણ સારા લાગે છે. મારી દ્રષ્ટિએ તે કંઈ પણ ન પહેરે તો પણ તે સારી દેખાય છે. રસપ્રદ વાત એ છે કે તેમણે આ નિવેદન ડેપ્‍યુટી સીએમ દેવેન્‍દ્ર ફડણવીસની પત્‍નિ અમૃતા ફડણવીસ અને મુખ્‍યમંત્રી એકનાથ શિંદેના પુત્ર સાંસદ શ્રીકાંત શિંદેની હાજરીમાં આપ્‍યું હતું.

યોગ ગુરુ બાબા રામદેવ થાણેમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જયાં મહિલાઓ યોગ માટે કપડાં લઈને આવી હતી અને ત્‍યારબાદ મહિલાઓ માટે કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ માટે મહિલાઓ સાડીઓ લઈને આવી હતી. પરંતુ સવારે યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ મહિલાઓ માટે યોગ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે પછી તરત જ મહિલાઓ માટેની કોન્‍ફરન્‍સ શરૂ થઈ. તેથી મહિલાઓને સાડી પહેરવાનો સમય મળ્‍યો ન હતો.

બાબા રામદેવે આ અંગે નિવેદન આપતા કહ્યું કે સાડી પહેરવાનો સમય ન હોય તો પણ વાંધો નથી. હવે ઘરે જઈને સાડી પહેરો. બાબા રામદેવે આગળ કહ્યું, ‘મહિલાઓ સાડીમાં સારી દેખાય છે,સ્ત્રીઓ સલવાર સૂટમાં સારી લાગે છે અને મારી દ્રષ્ટિએ તેઓ કંઈ પણ ન પહેરે તો પણ સારી દેખાય છે. નોંધપાત્ર વાત એ છે કે આ પહેલીવાર નથી કે જયારે તે આવા નિવેદનો આપીને ચર્ચામાં આવ્‍યા હોય પરંતું આ પહેલા પણ ઘણી બાબતો પર વિવાદાસ્‍પદ ટિપ્‍પણીઓ કરી ચૂક્‍યા છે.

આ કાર્યક્રમમાં યોગ ગુરૂ બાબા રામદેવે અમૃતા ફડણવીસના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે અમૃતા ફડણવીસને યુવાન રહેવાનું એટલું ઝનૂન છે કે મને લાગે છે કે તે ક્‍યારેય ૧૦૦ વર્ષનાં થશે જ નહી. તે ખૂબ જ સારી રીતે ભોજન લે છે અને ખુશ રહે છે. રામદેવે કહ્યું કે હંમેશા તે બાળકની  જેમ હસતા જ રહેતા હોય છે. અમૃતા ફડણવીસનાં મોં પર જે હાસ્‍ય છે તે બધા લોકોનાં ચહેરા પર જોવા માંગુ છું.

(10:29 am IST)