Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પીએચડી પુરૂ કરવા માટે ૬ વર્ષનો સમય આપ્‍યોઃ ઓનલાઈન સ્‍ટડી બંધ

પીએચડી સ્‍ટૂડન્‍સ માટે યુજીસીની નવી ગાઇડલાઇન જાહેર : મહિલાઓને બે વર્ષની છૂટ આપવાની વાત કરવામાં આવી રહી છેઃ પણ મેડિકલી પરેશાની રિસચર્સને કોઈ રાહત આપવામાં આવી નથીઃ જો કે, યૂજીસીનું માનવું છે કે, નવા નિયમથી સારા વિદ્યાર્થીઓને ફાયદો થશે

નવી દિલ્‍હી, તા.૨૬: પીએચડી માટે યૂજીસીના નવા નિર્દેશ જાહેર કરી દીધા છે. જેમાં સમયગાળો ૬ વર્ષનો રાખવામા આવ્‍યો છે. તેની સાથે જ હવે યૂજીસી પર સવાલ ઉઠવા લાગ્‍યા છે, કેમ કે કોરના કાળના બે વર્ષથી લઈને નવા નિયમોમાં કોઈ જોગવાઈ કરી નથી. ત્‍યારે આવા સમયે છાત્ર રાજનીતિ ગરમાઈ શકે છે. યૂજીસીએ ઓનલાઈન અને ડિસ્‍ટેન્‍સ સ્‍ટડી પર રોક લગાવી દીધી છે. પણ યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન તરફથી પીએચડી માટે જે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, તે અંતર્ગત પીએચડી ડિગ્રી કોર્સમાં એડમિશન ડેટથી છ વર્ષ સુધીનો સમય આપવામાં આવશે, પણ તેમાં કોરોના કાળના છૂટેલા બે વર્ષનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

આ ઉપરાંત મહિલાઓને બે વર્ષની છૂટ આપવાની વાત કરવામાં આવી રહી છે. પણ મેડિકલી પરેશાની રિસચર્સને કોઈ રાહત આપવામાં આવી નથી. જો કે, યૂજીસીનું માનવું છે કે, નવા નિયમથી સારા વિદ્યાર્થીઓને ફાયદો થશે, પણ આ વાત પણ સ્‍પષ્ટ છે કે, નવા નિયમમાં વિરોધના કેટલાય કારણ પણ હોય શકે છે. નવા નિયમ અંતર્ગત મહિલાઓ અને દિવ્‍યાંગોને બે વર્ષની છૂટ આપવામાં આવશે. તો વળી નોકરી કરી રહેલા કર્મચારી અથવા અધ્‍યાપક પાર્ટટાઈમ પીએચડી કરી શકશે. પહેલા તેની પીએચડી કરવા માટે સ્‍ટડી લીવ લેવી પડી હતી. તો વળી હવે નવા નિયમ અંતર્ગત જો કોઈ પીએચડી રિસર્ચર રી રજિસ્‍ટ્રેશન કરાવે છે, તો આવી સ્‍થિતિમાં વધુમાં વધુ બે વર્ષનો વધારાનો સમય આપવામાં આવશે.

તેના માટે શરત એ હશે કે, પીએચડી કાર્યક્રમ પુરો કરવાનો કુલ સમયગાળો પીએચડીની એડમિશન ડેટથી આઠ વર્ષથી વધારે હોવો જોઈએ નહીં, પણ આ આઠ વર્ષમાં રજિસ્‍ટ્રેસન કરનારા કોરોના કાળ દરમિયાન લોકડાઉનને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. યૂજીસીએ પીએચડી માટે નવા નિયમ બનાવ્‍યા છે અને દેવી અહિલ્‍યા યૂનિવર્સિટીએ વર્ષ ૨૦૧૮માં તેને લાગૂ કરી દીધું હતું, પણ આ નિયમોમાં દેવી અહિલ્‍યા યૂનિવર્સિટીએ પીએચડીમાં છ વર્ષનો નિયમ ૨૫ ઓક્‍ટોબર ૨૦૧૭ના કોઓર્ડિનેશન કમિટિએ પાસ કરી દીધું છે જે નિર્રથક છે. ત્‍યાર બાદ ૪ ડિસેમ્‍બર ૨૦૧૭ના રોજ કાર્યપરિષદની બેઠકે તેને લાગૂ પણ કરી દીધું હતું.

આ નિયમ અંતર્ગત એવી પણ જોગવાઈ છે કે જો કોઈ વિદ્યાર્થી કોઈ કારણસર ડીઆરસીમાં સામેલ થઈ શકતા નથી તો, ફરીથી ૬ મહિનાની અંદર ડીઆરસીની બેઠક બોલાવીને રિસર્ચ સબ્‍જેક્‍ટ સ્‍વીકળત કરી શકશે. જો કે, નિયમો પર ઉઠી રહેલા સવાલોથી અલગ વાત કરીએ તો, યૂજીસીના નવા નિયમ અંતર્ગત મહિલાઓને ખૂબ સુવિધાઓ આપવામા આવી છે. પીએચડી કરી રહેલી મહિલાઓના જો લગ્ન થઈ જાય છે અથવા થયેલા છે, અને કોઈ કારણસર અન્‍ય શહેરમાં જાય છે, તો આવી સ્‍થિતિમાં કોઈ પણ સંસ્‍થા અથવા પીએચડી કોર્સ ચાલુ રાખી શકશે. તેના માટે મંજૂરી આપવામા આવશે, સાથે જ તેમને વારંવાર પીએચડી કોર્સ પુરો કરવા માટે પોતાના શહેરથી દોડાદોડી કરવી પડશે નહીં.

(10:30 am IST)