Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

૨૫૦ મહિલાઓને ગંદા ઇશારા કરતો નશાખોર વાંદરાને આજીવન કેદની સજા : ભારે આતંક મચાવતો

વાનરનું નામ છે ‘કાલિયા'

નવી દિલ્‍હી તા. ૨૬ : આપણે બધા એ  મિર્ઝાપુર વેબ સિરીઝમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાની વાર્તા જોઈ હશે પણ શું તમે મિર્ઝાપુરની ‘કાલિયા' વાર્તા જાણો છો? મિર્ઝાપુરમાં આતંક મચાવનાર આ કાલિયા કોઈ માણસ નહીં પણ કાલિયાએછે અને તેના નામથીસ્ત્રીઓ અને બાળકો ગભરાઈ જતાં હતા. જણાવી દઈએ કે કાલિયાએ લગભગ ૨૫૦ મહિલાઓ અને બાળકોને નિશાન બનાવ્‍યા હતા અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જો કે આ કિસ્‍સા પછી વન વિભાગે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કાલિયાને સજા તરીકે કાનપુરના ઝૂઓલોજિકલ ગાર્ડનમાં પાંજરામાં બંધ કરી દેવામાં આવ્‍યો છે.

મિર્ઝાપુરમાં પાંચ વર્ષ પહેલા કાલિયા નામના વાંદરાએ ભારે આતંક મચાવ્‍યો હતો. એ સમયે આ વાંદરો મહિલાઓ અને બાળકોને જોઈને તે તેમને કરડવા માટે દોડતો હતો. ખાસ જોવા જએવી વાત એ હતી કે આ વાંદરો માત્ર મહિલાઓ અને બાળકોને જ પોતાનો શિકાર બનાવતો હતો અને થોડા જ સમયમાં તેને લગભગ ૨૫૦ લોકોને નિશાન બનાવ્‍યા હતા. જો કે આ પછી કાલિયાને કાનપુર ઝૂલોજિકલ પાર્કના પશુ ચિકિત્‍સક ડોક્‍ટર મોહમ્‍મદ નાસિરે મિર્ઝાપુરથી પકડ્‍યો હતો અને ત્‍યારથી કાલિયા કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં બંધ હતો.

આતંક મચાવનાર કાલિયાને કાનપુર ઝૂઓલોજિકલ પાર્કમાં પાંજરામાં બંધ રાખ્‍યાને ૫ વર્ષ થઈ ગયા છે એ છતાં પણ તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્‍યો નથી અને આ કારણે જ તેને હવે છોડવામાં આવશે નહીં અને તેની ‘આજીવન કેદ'ની સજા યથાવત રહેશે. હાલ કાનપુર પ્રાણીસંગ્રહાલયમાં ઘણા શેતાન વાંદરાઓ બંધ છે અને તેમાંથી  ઘણાને હવે  મુક્‍ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે પણ કાલિયાને છોડવામાં આવશે નહીં. પાંચ વર્ષ પછી પણ આ વાંદરો હજુ પણ હુમલો કરવા દોડે છે.

પાંચ વર્ષ પહેલા પણ આ વાંદરો કાલિયા મહિલાઓને જોઈને વિવિધ ઈશારા કરીને કઇંક ગણગણાટ કરવા લાગતો હતો અને આજે તેને જેલ થયાને ૫ વર્ષ થઈ ગયા છે એમ છતાં આજે પણ તે મહિલાઓને જોઈને અભદ્ર ઈશારો કરવા લાગે છે અને હુમલો કરવા પણ દોડે છે.

ડો. મોહમ્‍મદ નાસિરે જણાવ્‍યું કે કાલિયાની સંભાળ એક તાંત્રિકે લીધી હતી અને તે તેને ખાવા માટે માંસ અને પીવા માટે દારૂ આપતો હતો. આ કારણે જ તેનો સ્‍વભાવ હિંસક બની ગયો છે. જયારે તાંત્રિકનું મૃત્‍યુ થયું ત્‍યારે તેણે લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું અને એ પછી વન વિભાગે તેને પકડી લીધો હતો. આ સાથે એમને એમ પણ કહ્યું હતું કે કાલિયાના આગળના દાંત ખૂબ જ ખતરનાક છે, તે જે વ્‍યક્‍તિને કરડે છે તેનું આખું માંસ ઉખેડી નાખે છે.

(11:10 am IST)