Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

૬ સેમી લાંબી પૂંછડી સાથે જન્‍મી બાળકી

ડોકટરોએ કર્યુ ઓપરેશન

લંડન, તા.૨૬: મેક્‍સિકોથી એક દુર્લભ ઘટના સામે આવી છે. અહીં એક બાળકીનો જન્‍મ લગભગ ૬ સેમીની પૂંછડી સાથે થયો હતો. આ જોઈને ડોક્‍ટર્સ પણ આશ્‍ચર્યચકિત થઈ ગયા. આ ઘટના અંગે તેમણે કહ્યું કે મેડિકલ સાયન્‍સમાં આવા કિસ્‍સા ભાગ્‍યે જ જોવા મળે છે.

ડેઈલીમેઈલ અનુસાર, ઉત્તરપ્રપૂર્વ મેક્‍સિકોના ન્‍યુવો લિયોન રાજ્‍યની ગ્રામીણ હોસ્‍પિટલમાં ઓપરેશન દ્વારા બાળકીનો જન્‍મ થયો હતો. દરમિયાન તબીબોની ટીમને બાળકીની પૂંછડી અંગે જાણ થઈ હતી. તેની લંબાઈ ૫.૭ સેમી અને વ્‍યાસ ૩ થી ૫ મીમી વચ્‍ચે હતો. પૂંછડી પર હળવા વાળ પણ હતા અને તેનો છેલ્લો છેડો બોલ જેવો ગોળ હતો.

જર્નલ ઓફ પીડિયાટ્રિક સર્જરીમાં આ કેસ અંગે જણાવવામાં આવ્‍યું હતું કે માતાને ગર્ભાવસ્‍થા દરમિયાન કોઈ સમસ્‍યા ન હતી. રેડિયેશન, ચેપ વગેરેનો કોઈ અગાઉનો ઈતિહાસ નહોતો. તેઓને પહેલેથી જ એક પુત્ર છે, જેનો જન્‍મ એકદમ સ્‍વસ્‍થ હતો. આવી સ્‍થિતિમાં જ્‍યારે પૂંછડી સાથે બાળકીનો જન્‍મ થયો, ત્‍યારે ડોક્‍ટરો પણ આશ્‍ચર્યચકિત થઈ ગયા.તેઓએ તપાસ માટે લમ્‍બોસેક્રલ એક્‍સપ્રરે કર્યો પરંતુ પૂંછડીની અંદરના હાડકાના કોઈ પુરાવા મળ્‍યા નથી. પૂંછડી તેની નર્વસ સિસ્‍ટમ સાથે જોડાયેલી ન હતી, એટલે કે તેને શષાક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. ડોક્‍ટરોએ કહ્યું, ‘પૂંછડી નરમ હતી, ચામડીથી ઢંકાયેલી હતી અને તેના પર હળવા વાળ હતા. તે કોઈપણ પીડા વિના નિષ્‍ક્રિય રીતે ખસેડી શકાય છે.'

તમામ ટેસ્‍ટ કર્યા બાદ સર્જનોએ મામૂલી ઓપરેશન કરીને બાળકીના શરીરમાંથી પૂંછડી કાઢી નાખી. બાળકીને હોસ્‍પિટલમાંથી રજા મળ્‍યાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને તેને હજુ સુધી કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો નથી.

(3:28 pm IST)