Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

શિયાળામાં અનેક તત્‍વોથી ભરપુર બદામ ખાવાના અનેક ફાયદાઃ શેકીને કે તળીને પણ બદામ ખાઇ શકાય

રાત્રે બદામ પલાળી તેના છીલકા ઉતારી લઇ શકાયઃ સ્‍કીન અને હાર્ટ માટે ફાયદાકારક

નવી દિલ્‍હીઃ શિયાળામાં પોષક પદાર્થોથી ભરપુર બદામ ખાઇ શકાય છે. બદામમાં ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન્‍સ ખુબ જ હોય છે. તેને ખાવાથી વજન કંટ્રોલ રહે છે. વાળ, આંખો અને મગજ માટે બદામ ફાયદાકારક છે.

શિયાળામાં બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે. બદામમાં ઘણા એવા પોષક તત્વ હોય છે, જે શરીરને ગરમી આપવા સાથે તે ઘણી બિમારીઓથી સુરક્ષિત રાખવાનું પણ કામ કરે છે. બદામ ખાવાથે સ્કિન અને હાર્ટ સાથે વાળને પણ ફિટ રાખવામાં મદદ મળે છે. બદામ ખાવાના આટલા ફાયદા હોવા છતાં લોકો એ વાતને લઇને કંફ્યૂઝ રહે છે કે બદામ કેટલી અને કેવી રીતે ખાવાથી વધુ ફાયદો મળે છે. આજે તેના વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીશું. 

દરરોજ કેટલી બદામ ખાવી જોઇએ?

શિયાળામાં તમે ઠંડીથી રાહત મેળવવા માટે શરીરને ગરમ રાખવા માટે 8-10 બદામ દરરોજ ખાઇ શકો છો. તમે તમારા ખિસ્સામાં એક મુઠ્ઠીભરીને બદામ લઇ જઇ શકો છો અને હળવી ભૂખ લાગે ત્યારે એક-એક બદામ નિકાળીને તેનું સેવન કરી શકો છો. તમે ઇચ્છો તો રાત્રે બદામ પલાળીને રાખી શકો છો અને સવારે તેના છિલકા ઉતારીને ખાઇ શકો છો. 

ખાટી વસ્તુઓ સાથે ખાશો નહી બદામ

જો તમે બદામને શેકીને અથવા તળીને ખાવા ઈચ્છો તો તે પણ કરી શકો છો. તેનાથી બદામ ના પોષક તત્વો પર કોઇ ફરક પડતો નથી. તમે કામની વચ્ચે વચ્ચે બદામ ખાઇ શકો છો. તેનાથી શિયાળામાં રાહત મળે છે. જોકે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઇ ખાટી વસ્તુ અથવા ફળ ખાધા પછી તાત્કાલિક બદામ ખાવાની ભૂલ કરશો નહી. આમ કરવાથી ફૂડ પોઇજનિંગ થઇ શકે છે. 

જાણો બદામ ખાવાના ફાયદા

હવે વાત બદામના ફાયદાની કરી લઇએ. બદામમાં અનેક પોષક તત્વો હોય છે, જે શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે. તેમાં ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન ભરપૂર માત્રામાં મળે છે. સોડિયમ ફ્રી હોવાના કારણે બોડી માટે તેનું સેવન ખૂબ ફાયદો પહોંચાડે છે. તેને ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે અને પાચનશક્તિ મજબૂત થાય છે. બદામનું સેવન કરવાથી ચહેરા પર નિખાર આવે છે અને કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. 

(5:30 pm IST)