Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વી ધ પીપલ માત્ર ત્રણ શબ્દો નથી.તે એક કૉલ, એક વચન અને એક વિશ્વાસ છે.: પીએમ મોદી

સંવિધાન દિવસ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું કે બંધારણની પ્રસ્તાવનાની શરૂઆતમાં લખાયેલ ‘વી ધ પીપલ’ માત્ર ત્રણ શબ્દો નથી.

નવી દિલ્હી :સંવિધાન દિવસ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંધારણની પ્રસ્તાવનાની શરૂઆતમાં લખાયેલ ‘વી ધ પીપલ’ માત્ર ત્રણ શબ્દો નથી.

તેમણે કહ્યું, “આ દિવસે સ્વતંત્ર ભારતે તેના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. હું બંધારણ સભાના તમામ સભ્યોને, બંધારણના ઘડવૈયાઓને નમન કરું છું, જેમાં બાબાસાહેબ આંબેડકરનો પણ સમાવેશ થાય છે, જેમણે આધુનિક ભારતનું સ્વપ્ન જોયું હતું.

બંધારણની પ્રસ્તાવનાની શરૂઆતમાં જે લખાયેલ “અમે લોકો” (વી ધ પીપલ) માત્ર ત્રણ શબ્દો નથી. તે એક કૉલ, એક વચન અને એક વિશ્વાસ છે. બંધારણમાં લખેલી આ લાગણી એ ભારતની મૂળભૂત લાગણી છે જે વિશ્વમાં લોકશાહીની માતા છે.

“વ્યક્તિ હોય કે સંસ્થાઓ આપણી જવાબદારીઓ આજે આપણી પ્રાથમિકતા છે. આપણે આપણા કર્તવ્યના માર્ગ પર ચાલીને જ દેશને નવી ઊંચાઈએ લઈ જઈ શકીએ છીએ. આપણા બંધારણ નિર્માતાઓએ એક એવું બંધારણ આપ્યું છે જે ખુલ્લું અને ભવિષ્યવાદી છે અને તેની આધુનિક દ્રષ્ટિ માટે જાણીતું છે. તેથી સ્વાભાવિક રીતે જ આપણા બંધારણનો આત્મા યુવા કેન્દ્રિત છે.”

આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે લોકો ન્યાયતંત્ર સુધી પહોંચે તેના કરતાં ન્યાયતંત્ર લોકો સુધી પહોંચે તે જરૂરી છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “દરેક માટે ન્યાયની પહોંચ સરળ અને સુવિધાજનક હોય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે.”

તેમણે કહ્યું, “આપણા જેવા વૈવિધ્યસભર દેશમાં ન્યાયતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર લોકો માટે ન્યાય સુલભ બનાવવાનો છે. લોકોને ન્યાય મેળવવામાં સરળતા રહે તે માટે ન્યાયતંત્રે આવા અનેક પગલાં લીધા છે.

(11:40 pm IST)