Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મહારાષ્ટ્રમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિરુદ્ધ નોંધાઈ FIR:એક દિવસ પહેલા જ મળ્યો પદ્મ ભૂષણ

ફિલ્મ નિર્દેશક સુનીલ દર્શને ફરિયાદમાં જણાવ્યું કે ગૂગલે અનધિકૃત વ્યક્તિઓને તેમની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા' યુટ્યુબ પર અપલોડ કરવાની મંજૂરી આપ

મુંબઈ : કોપીરાઈટ એક્ટની કલમ હેઠળ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સહિત કંપનીના અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે,કોર્ટના નિર્દેશ પર આ FIR નોંધવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક સુનીલ દર્શને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૂગલે અનધિકૃત વ્યક્તિઓને તેમની ફિલ્મ ‘એક હસીના થી એક દીવાના થા’ યુટ્યુબ પર અપલોડ કરવાની મંજૂરી આપી હતી.

કોપીરાઈટ કેસમાં ફિલ્મ નિર્માતા સુનીલ દર્શન કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને અન્ય પાંચ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. MIDC પોલીસે અંધેરી પૂર્વમાં FIR નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 51, 63 અને 69 હેઠળ એફઆઈઆર નોંધી છે. સુનીલ દર્શન બોલિવૂડના જાણીતા નિર્દેશક રહી ચૂક્યા છે. 2017માં તેની છેલ્લી ફિલ્મ એક હસીના થી એક દીવાના થા I હતી. દર્શને આરોપ લગાવ્યો કે તેની જાણ વગર આ ફિલ્મ YouTube પર અપલોડ કરવામાં આવી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સુનીલ દર્શને કહ્યું, “મેં આજ સુધી મારી ફિલ્મ ક્યાંય અપલોડ કરી નથી અને ન તો કોઈને વેચી છે. પરંતુ તે યુટ્યુબ પર અપલોડ થાય છે જેને લાખો વ્યુઝ છે. હું તેને તેમના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે Googleને વિનંતી કરતો રહ્યો. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. કોઈ મારી ફિલ્મને યુટ્યુબ પર ખોટી રીતે અપલોડ કરીને પૈસા કમાઈ રહ્યું છે. અંતે નારાજ થઈને મારે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. કોર્ટે હવે એફઆઈઆરનો આદેશ આપ્યો છે. હું ટેક્નોલોજીને પડકારવા નથી માંગતો પરંતુ તે ટેક્નોલોજીનો દુરુપયોગ છે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મંગળવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. પદ્મ પુરસ્કારમાં 128 લોકોના નામ હતા. જેમાંથી ચાર લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણને મરણોત્તર એનાયત કરવામાં આવ્યા છે. 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

(9:18 pm IST)