Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

UAEના લાખો ભારતીયો માટે ખુશખબરઃ ફલાઇટ ટિકિટ થઈ સસ્‍તી

બન્ને દેશ વચ્‍ચે એરફેર ઘટીને ૫૧૧૧ રૂપિયા પહોંચી ગયો છેઃ આ સસ્‍તુ ભાડું ભારતના ૧૩ શહેરો માટે છેઃ જેમાં દિલ્‍હી, મુંબઈ અને જયપુર પણ સામેલ છે

નવી દિલ્‍હી, તા.૨૭: સંયુક્‍ત અરબ અમીરાત (UAE)માં રહેતા લાખો ભારતીયો માટે ખુશખબર છે. યૂએઇથી ભારત પ્રવાસનું એરફેર ખૂબ જ સસ્‍તું થયું છે. ભારતના ૧૨ શહેરો માટે હવે લગભગ ૨૫૦ દિરહમ એટલે કે ૫૧૧૧ રૂપિયા ચૂકવવાના રહેશે. યૂએઇની ખૂબ જ ઓછા ભાવે વિમાન સેવા આપનારી કંપની એર અરબિયાએ એક તરફ માટે આ સસ્‍તી એરફ્‌લાઇટની જાહેરાત કરી છે. એટલું જ  નહીં અલ અરબિયાએ અલ ખૈમાહ અને શાહજાહ એરપોર્ટ માટે શટલ બસ સેવા પણ શરૂ કરી દીધી છે.
અલ અરબિયાએ જે શહેરો માટે આ ઉડાન સેવા શરૂ કરી છે, તેમાં દિલ્‍હી, મુંબઈ, હૈદરાબાદ, જયપુર, બેંગ્‍લુરુ, અમદાવાદ, ગોવા, કાલિકટ, કોચ્‍ચિ, ત્રિવેંદ્રમ, ચેન્નઈ, કોયંબટૂર અને નાગપુર સામેલ છે. અલ અરબિયાએ જણાવ્‍યું કે તેની શટલ બસ સેવા અલ ખૈમાહ અને શારજાહ માટે દિવસમાં ૩ વાર ચાલશે. આ માટે પ્રવાસીઓને ૩૦ દિરહમ ચૂકવવા પડશે. યૂએઇ આવનાા પ્રવાસીઓને જાન્‍યુઆરી ૧૨થી મહારાષ્ટ્રમાં ૭ દિવસ માટે હોમ ક્‍વોરન્‍ટાઇનમાં રહેવાની જરૂર પડી નથી.
યુએઇ આવનારા પ્રવાસીઓને હવે યૂએઇ આવવા પર પીસીઆર ટેસ્‍ટ નહીં કરાવવો પડે. આ પહેલા ૭ જાન્‍યુઆરીના ભારતના સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારત આવવા પર ૭ દિવસ સુધી ઘરે જ ક્‍વોરન્‍ટાઇનમાં રહેવાનું હશે. દુબઈના ટ્રાવેલ એજન્‍ટ પ્રમાણે ભારતના હોમ ક્‍વોરન્‍ટાઇનમાં રહેવાની જાહેરાતથી યૂએઇથી ભારતનો એરફેર ખૂબ જ ઘટી ગયો છે.
ટ્રાવેલ ઉદ્યોગના એક અધિકારીએ કહ્યું, લોકોને ડર છે કે ફ્‌લાઇટ ફરી બંધ કરી શકાય છે. આ કારણે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. જો કે હજી પણ કેટલીક એરલાઇન્‍સનું ભાડું ભારતના પ્રમુખ શહેરો માટે ૩૦૦ દિરહમ જ બતાવવામાં આવી રહ્યું છે. એરફેર ઘટવાથી તે ભારતીયોની ઘણી રાહત મળી શકે છે જે ભારત આવવા માગે છે પણ ભાડું વધારે હોવાને કારણે ભારત આવી શકતા નહોતા.

 

(10:19 am IST)