Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૬૯

થવા દેવુ
‘‘કઇપણ કર્યા વગર કઇક થવા દેવુ, એ- આધ્‍યાત્‍મીક વિજ્ઞાનનું મોટુ રહસ્‍ય છે. વસ્‍તુઓને-પોતાની જાતે જ થવા દેવા માટે એક જબરજસ્‍ત સમજણ અને જાગૃતતાની જરૂર પડશે.''
આપણા તરફથી કઇ કરવાની જરૂર જ નથી કારણ કે આપણે જે કઇપણ કરશુ તે આપણા મુઝાયેલ મનથી કરશું તે કયારેય ઉડાણથી નહી થાય કારણ કે મન પોતે જ છીછરૂ છે.
આ જોયા અને સમજયા પછી એક નવો જ અભીગમ-ઉત્‍પન્‍ન થાય છે--થવા દેવાનો અભીગમ મન સતત વચ્‍ચે આવવાની કોશીષ કરશે તે પોતાની ઇચ્‍છાઓ લાવશે તે પોતાની અનુકુળતા પ્રમાણે કામ કરવાની કોશીષ કરશે અને આ જ સમસ્‍યા છે. આપણે એક વિશાળ અસ્‍તીત્‍વનો ખૂબ જ નાનકડો ભાગ છીએ.
તે એવુ જ છે કે કોઇ મોજુ સમુદ્રમાં પોતાની જાતે કઇ કરવાની કોશીષ કરે તે એક વિશાળ સમુદ્રનો ભાગ છે. તે-સ્‍વતંત્ર પણ નથી અને પરતંત્ર પણ નથી કારણ કે તે અલગ નથી મોજુ સમુદ્રનો જ એક ભાગ છે. એવી જ રીતે આપણે પણ છીએ અને જો આપણે તે સમજી જઇએ તો બધી જ ચીંતાઓ અદ્રશ્‍ય થઇ જાય પછી કયામ જવાની જરૂર નથી કોઇ ધ્‍યેય પ્રાપ્‍ત-- કરવાની જરૂર નથી અને નીષ્‍ફળ જવાની અથવા નીરાશ થવાની પણ કોઇ શકયતા નથી. એક જબરજસ્‍ત આરામ મળશે પછી જીવનને એક નવો જ કલર મળશે હવે ત્‍યા કોઇ તનાવ નહી હોય જે સામાન્‍ય રીતે હમેશા ત્‍યાં હતો.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:33 am IST)