Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જાપાનના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

ચામડી પર ૨૧ કલાક અને પ્લાસ્ટિક પર ૮ દિવસ જીવતો રહે છે ઓમિક્રોન

ટોકીયો,તા. ૨૭ : જાપાનની કયોટો પ્રીફેકચરલ યુનિવર્સિટી ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક મોટા સ્ટડીમાં ઓમિક્રોનને લઈને કેટલીક ગંભીર બાબતો પ્રકાશમાં આવી છે જે ચિંતા વધારી શકે છે.

કયોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓમિક્રોન પ્લાસ્ટિક પર ૮ દિવસ અને ત્વચા પર ૨૧ દિવસ જીવતો રહી શકે છે, આને કારણે ઓમિક્રોન સૌથી વધારે સંક્રમક બની રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ ઓમિક્રોન વેરિયન્ટને ખતરનાક ગણાવી ચૂકયું છે.

કયોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સ્ટડીમાં જણાવ્યાનુસાર, આલ્ફા, બીટા, ડેલ્ટા કરતા ઓમિક્રોન દ્યણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. સાર્ક-કોવ-૨ વાયરસના જીવિત રહેવાની ક્ષમતા પર વૈજ્ઞાનિકોએ સ્ટડી હાથ ધર્યો અને તેમાં આવી માહિતી બહાર આવી.

સંશોધકોએ જણાવ્યું કે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા કરતા ઓમિક્રોન પ્લાસ્ટિક પર ૫૬ કલાક સુધી જીવિત રહી શકે છે.

સેનિટાઈઝરમાં વપરાતા કમ્પાઉન્ડ  સામે પણ રોગપ્રતિકારક શકિતમાં વધારો થતો જોવા મળ્યો હતો. જો કે, આ તમામ પ્રકારો ૩૫% ઇથેનોલના સંપર્કમાં આવ્યા પછી મહત્ત્।મ ૧૫ સેકંડ સુધી ટકી રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેરિએન્ટની ટકી રહેવાની ક્ષમતા વધવાના કારણે વ્યકિતએ સતત હાથ સાફ કરતા રહેવું જોઇએ.

ઓમિક્રોન પ્લાસ્ટિક પર ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.ત્વચા પર ૨૧ દિવસ સુધી જીવતો રહી શકે છે ઓમિક્રોન વેરિયન્ટ કોરોનાના બીજા વેરિયન્ટ કરતા ઓમિક્રોનની ઉંમર સૌથી વધારે  ઓમિક્રોન અત્યંત ચેપી હોવાનો વધુ એક પુરાવો મળ્યો.

(10:35 am IST)