Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ભારતના ચંદ્રયાન ઓર્બિટર સાથે ૪ માર્ચે ટકરાવાનું મોટુ જોખમ

એલન મસ્કની કંપની SpaceXનું રોકેટ ફાલ્કન ૯ અંતરિક્ષમાં સંતુલન ગુમાવી ચુકતા

નવી દિલ્હી,તા.૨૭: એલન મસ્કની માલિકી વાળું SPaceXનું નિયંત્રણ ગુમાવી ચુકેલ ફાલ્કન ૯ રોકેટે ભારતના ચંદ્રયાન અને નાસાના લૂનર રકૉન્સેન્સ ઓર્બિટરને જોખમમાં નાખી દીધું છે. એલન મસ્કની કંપની ૭ વર્ષ જુના રોકેટને ચાંદ પર ક્રેશ કરવા જઈ રહી છે. ફાલ્કન ૯ રોકેટ ૪ માર્ચે ચંદ્ર સાથે અથડાશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

SpaceXને ફેબ્રુઆરી ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટનો ટુકડો અંદાજે ૪ મેટ્રીક ટનનો છે. ચંદ્રની સપાટી પર આ રોકેટ ૨.૫૮ કિમીની સેકન્ડની ઝડપે અથડાશે, નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રોકેટ ચંદ્રની પાટી પર ક્રેશ લેન્ડીંગ કરશે જોકે તેનાથી અંતરિક્ષમાં કોઈ કચરો નહી જમા થાય. પરંતુ રોકેટ ચંદ્ર પર પડ્યા વગરજો અંતરિક્ષમાં ફુટશે તો સેટેલાઈટને ઘણું નુકશાન પહોચી શકે છે.

ચંદ્રની પરિક્રમાં કરી રહેલ ચંદ્રયાન-૨ ઓર્બિટર અને નાશાના લૂનર રેકૉન્સેન્સ ઓર્બિટર ફાલ્કન ૯ રોકેટની પડવાની તસ્વીર લઈ શકે છે. જોકે આ રોકેટ આ બંને ઓર્બિટર સાથે ટકરાય તેવી આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હાવર્ડ યૂનિવર્સિટીના એસ્ટ્રોફિજિસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રોકેટ ચાંદ તરફ વધે તે કોઈ મોટી વાત નથી. સાથેજ તેમણે એવું પણ કહ્યું આ રોકેટ ૪ માર્ચે ચંદ્ર સાથે અથડાશે જે કોઈ મોટી વાત નથી.

૨૦૧૯માં ભારતે ચંદ્રયાન મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ મિશનને અંતરિક્ષના ઈતિહાસની સૌથી મોટી ઉપલબ્ધી તરીકે જોવામાં આવ્યું હતું. જો આ અંતરિક્ષયાન ચંદ્ર પર રોકેટ પડવાની તસ્વીર લેશે તો તેને મહત્વપૂર્ણ ઉપલબ્ધી માની શકાય છે. 

ઉલ્લેખનીય છે કે ચીને ગત મહિને એવા આરોપી લગાવ્યા હતા કે SpaceXના ઉપગ્રહ ચીની અંતરિક્ષ સ્ટેશનની ઘણા નજીક આવ્યા હતા. જેના કારણે ચીની અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા જોખમમાં આવી ગઈ હતી. સાથેજ ચીન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે SpaceXના ઉપગ્રહ તેમના અંતરિક્ષ સ્ટેશનને ન અથડાય તે માટે તેમણે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા.

(2:46 pm IST)