Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોરોના અને લોકડાઉનમાં સતત ઘરે રહેવાથી મોબાઇલ અને લેપટોપ-કોમ્‍પ્‍યુટરનો વપરાશ વધતા લોકોની આંખના નંબરમાં પણ વધારોઃ આંખની બિમારી વધી

મોબાઇલ ઉપર સતત વ્‍યસ્‍ત રહેવાથી લોકોની માનસિક સ્‍થિતિ બગડી

નવી દિલ્હી: કોરોનાની અંદર શરૂઆતમાં લોકડાઉનમાં ઘરમાં ટકી રહેવાનો એક ઓપ્શન હતો મોબાઈલનો ઉપયોગ કે ઓન સ્ક્રીન રહેવું. ઘરે રહીને લોકો માટે ટાઇમ પાસ કરતા હતા. ઓન સ્ક્રીન મોબાઇલ, લેપટોપ, ટેબલેટ વધારે ઉપયોગ થઈ ગયો છે. અત્યારે લોકોને ટેવ પડી ગઈ છે.

મોબાઈલમાં ઈન્ટરનેટ હોવાથી લોકો વધુ વ્યસ્ત રહે છે. ખાસ કરીને ઓન સ્ક્રીન રહેવાથી લોકોના ચશ્માના નંબર પણ વધારે આવી રહ્યા છે તો કેટલાક લોકોને નવા ચશ્મા આવી રહ્યા છે અને કેટલાકને આંખની બિમારીઓ સામનો કરવો પડી રહ્યો છે.

આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ કારણ આપી રહ્યા છે. મોબાઇલ પર સતત વ્યસ્ત રહેવાથી લોકોની માનસિક સ્થિતિ પર પણ અસર પડે છે પરંતુ નંબર પણ વધી રહ્યા છે. તો કેટલાક સાઈકોલોજીસ્ટ ડોક્ટરો પાસે આવતા લોકો 10 કલાકથી વધુ સમય ઓન-સ્ક્રીન રહે છે.

લોકો પર જે માનસિક અસરો પડી રહી છે તેને જોતા ડોક્ટરો મોબાઈલ એટલે કે ઓન-સ્ક્રીન ડાયટ સજેસ્ટ કરી રહ્યા છે. કેમ કે, નાના બાળકો ગેમ્સ વધુ રમી રહ્યા છે. તો યુવાનો સતત વેબ સીરીઝ પાછળ પાગલ છે તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સતત વ્યસ્ત રહે છે તેના કારણે લોકો ની આંખો પર પણ અસર પડી રહી છે.

(4:54 pm IST)