Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કે.એલ. રાહુલ બાદ અન્‍ય એક ક્રિકેટરે લગ્ન કર્યાઃ અક્ષર પટેલ વડોદરામાં મેહા પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા

મેહા પટેલ એક્‍સપર્ટ ડાયટિશિયન હોવાથી સાથી ખેલાડી બોલ્‍યા ‘તેરી ડાયેટ કા અચ્‍છા ખ્‍યાલ રખેગી, તું બહોત લક્કી હૈ'

નવી દિલ્‍હીઃ ક્રિકેટરોમાં લગ્નની મૌસમ ખીલી હોય તેમ અન્‍ય એક ક્રિકેટર લગ્નગ્રંથીથી જોડાયા છે. ઓલરાઉન્‍ડર ક્રિકેટર અક્ષર પટેલે વડોદરાના જાણીતા ડાયટિશિયન મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે.

વધુ એક ઈન્ડિયન સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યો છે. ત્યારે અક્ષરના સાથી મિત્રો એટલેકે, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ પણ અક્ષરને કહે છેકે, યાર શાદી કે મામલેમેં તુ બહોત લક્કી હૈ....આવું કહેવા પાછળ છે ખાસ કારણ....કેમ અક્ષર પટેલની પત્ની બીજા ક્રિકેટર્સની વાઈફ કરતા છે ખાસ એ પણ જાણો...અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થયા. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

ઉલ્લેખનીય છેકે, આ અગાઉ હાલમાં જ કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન ગ્રંથિથી જોડાયો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આગલા દિવસે સંગીત સેરેમની હતી. જેમાં ક્રિકેટર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ  જોવા મળી રહ્યાં છે. અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. હાલ સૌ કોઈ અક્ષર પટેલની વાઈફની ચર્ચા કરી રહ્યું છે. કારણકે, અક્ષરની વાઈફ મેહા એક ડાયટિશિયન છે એટલે સાથી ખેલાડીઓ પણ અક્ષરને કહે છેકે, યાર તેરી વાઈફ તો એકર્સપર્ટ ડાયટિશિયન હૈ ઈસ કે લિયે તેરી ડાયટ કા અચ્છે સે ખયાલ રખ્ખેગી તું બહોત લક્કી હૈ...

અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા. આ લગ્નમાં ટીમ ઈન્ડિયા અને ગુજરાતના કેટલાક ખેલાડીઓ સામેલ થયા હતા. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થયા. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કર્યા. જો કે ક્રિકેટરે હજુ સુધી જાહેરમાં તેની જાહેરાત કરી નથી. માહી  અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને માહીના સોશિયલ મીડિયા હેન્ડલ પર અક્ષર સાથે ઘણી તસવીરો છે. મેહા અને અક્ષર એકબીજાની ખૂબ જ નજીકથી બહુ પહેલાથી ઓળખે છે. ક્રિકેટર્સ તેમના મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેવી પણ અનેક તસવીરો સામે આવી હતી. રિપોર્ટ્સ મુજબ વેડિંગ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે.. ભારતના ક્રિકેટર અક્ષર પટેલે વડોદરામાં લગ્ન કર્યા. વડોદરામાં સેવાસીના કબીર ફાર્મમાં લગ્નની વિધિ યોજાઈ હતી...ટીમમાં બાપુના હુલામણા નામથી જાણીતો છે અક્ષર પટેલ...

શું કરે છે મેહા પટેલ?

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.

(5:03 pm IST)