Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રમત જીતનો માર્ગ શોધવામાં મદદરૂપ થાય છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન કર્યું : નવી શિક્ષણ નીતિમાં સ્પોર્ટ્સને મહત્વ અપાયાનો દાવો

નવી  દિલ્હી, તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન કર્યું. વીડિયો કોન્ફરન્સ દ્વારા ગેમ્સનું શુભારંભ કરતાં તેમણે કહ્યું કે, રમત કોઇ ટેવ અથવા ટાઇમ પાસ નથી, પરંતુ આમાં અમે ખેલ ભાવના, જીત માટે નવા માર્ગ શોધવા અને સતત જીતથી પણ ઘણું શીખીએ છીએ. તે ખેલાડીઓના જીવન અને તેમની રહેણી-કરણીને પણ પ્રભાવિત કરે છે.  આગળ તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે, આજે ખેલો ઇન્ડિયા-વિન્ટર ગેમ્સના બીજા ભાગની શરૂઆત થઇ રહી છે. આ વિન્ટર ગેમ્સમાં ભારતની ઉપસ્થિતિની સાથે જમ્મુ-કાશ્મીરને આનું એક મોટું હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. હું જમ્મુ-કાશ્મીર અને દેશભરના ખેલાડીઓને શુભેચ્છા આપું છું.

પીએમ મોદીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પોર્ટ્સને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યો છે. પહેલાં સ્પોર્ટ્સ માત્ર વધારાની એક્ટિવિટી તરીકે માનવામાં આવતું હતું પરંતુ હવે સ્પોર્ટ્સ અભ્યાસક્રમનો ભાગ છે. સ્પોર્ટ્સના ગ્રેડ પણ બાળકોના શિક્ષણમાં કાઉન્ટ થશે.

વડાપ્રધાને યુવાઓને સંદેશ આપતાં કહ્યું કે, યુવા સાથીઓ તમે જ્યારે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમમાં પોતાની પ્રતિભા બતાવો ત્યારે એ યાદ રાખજો કે તેમે માત્ર એક રમતનો જ ભાગ નથી, પરંતુ તમે આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો. તમે મેદાનમાં જે કમાલ કરો છો, તેનાથી દુનિયા ભારતનું મુલ્યાંકન કરે છે.

(12:00 am IST)