Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ જયપુરમાં ગણેશ મંદિરમાં શીશ નમાવ્યું :રાજકારણનાં નવા અધ્યાય લખવા તૈયારી

રામ મંદિરમાં દાન અંગે કહ્યું - હું ક્યારેય પણ ધાર્મિક સ્થળોમાં દાન આપતો નથી.

જયપુર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પુત્રી પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ આજે જયપુરમાં ગણેશ મંદિરમાં શિષ નમાવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં રાજકારણનાં નવા અધ્યાય લખવા માટે તૈયારી દર્શાવી હતી. આ બાબતની કબૂલાત તેમણે મીડિયા સમક્ષ કરી હતી.

 આ ઉપરાંત અયોધ્યામાં બની રહેલા રામમંદિર માટે દાન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.તેમણે એવું જણાવ્યું હતું કે જો પહેલા કોઈ ચર્ચ, મસ્જિદ કે ગુરુદ્વારા માટે દાન આપ્યું હોતતો રામ મંદિર માટે પણ આપત.તેમણે જણાવ્યું હતું કે હું ક્યારેય પણ ધાર્મિક સ્થળોમાં દાન આપતો નથી

રાજસ્થાનમાં જમીન ખરીદીમાં ગોટાળાનો આક્ષેપ તેમના પર છે ત્યારે તેઓએ આ આક્ષેપોને રદીયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે મોદી સરકાર મુશ્કેલીમાં હોય ત્યારે મારા નામનો ઉપયોગ કરે છે.અને મારા પર પાયાવિહોણા આરોપ લગાવે છે જ્યારે હું કાયદામાં વિશ્વાસ રાખું છું. કાયદાકીય કાર્યવાહી બાદ બધું સ્પષ્ટ થઇ જશે. અને સત્યનો વિજય થશે તે અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજનીતિમાં પ્રવેશ અંગે તેમણે ડિપ્લોમેટિક જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલ હું દેશભરમાં આધ્યાત્મિક પ્રવાસ કરી રહ્યો છું અને લોકોની મુશ્કેલીઓને સમજી રહ્યો છું. લોકોના અવાજને બુલંદ કરી રહ્યો છું. મારો સમય આવશે ત્યારે ખબર પડી જશે. લોકો બોલશે, લોકો ઊભા થશે અને લોકો કહેશે કે મારે રાજનીતિમાં આવવું જોઈએ

 . તેમણે જણાવ્યું હતું કે તેમને ઘણા સ્થળો પરથી ચૂંટણી લડવાની રિક્વેસ્ટ આવી રહી છે, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી. જ્યાંથી પરંતુ તેમણે જણાવ્યું હતું કે હું સૌપ્રથમ જે-તે વિસ્તારના લોકોના તમામ પાયાની જરૂરિયાતો વિશે જાણી અને હું શું કરી શકું છું તે જાણ્યા બાદ હું તે વિસ્તારમાંથી ચૂંટણી લડીશ.

ખેડૂત આંદોલનમાં તેઓ જોવા મળ્યા નથી ત્યારે એક દિવસ લક્ઝરી કારના કાફલા સાથે તેઓ સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા,આ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું રાજનૈતિક બાબતોથી દૂર રહું છું હું લોકોના અવાજને ઉપર લાવું છું. 90 દિવસથી ખેડૂતોની મુશ્કેલી કોઈ સાંભળી રહ્યું નથી અને લોકો પૂછી રહ્યા છે કે લોકશાહીનો અર્થ શું છે? દેશમાં સમસ્યા અંગે તેઓ ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરશે કોઈ એક રાજ્યની વાત કરવા માટે એવો મુખ્યમંત્રી સાથે ચર્ચા નહીં કરે તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. પરંતુ તેઓ જ્યારે ખોટું લાગશે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવશે. હું રાહુલ અને પ્રિયંકાને પણ એ જ જણાવું છું કે લોકોના અવાજને ઉઠાવવામાં આવે.

(12:00 am IST)