Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ભડકે બળતા ભાવમાં મળશે રાહત : પુડુચેરીમાં ઈંધણ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કરાયો

રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ બાદ પુડુચેરીમાં ઇંધણના ભાવમાં મળશે રાહત

નવી દિલ્હી : કેન્દ્રશાસિત રાજ્ય પુડુચેરીમાં લોકોને રાહત આપવા માટે ઈંધણ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કરાયો છે, આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે.

  હાલમાં ઘણા રાજ્યો પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવમાં રાહત આપવા વેટમાં ઘટાડો કરી રહ્યાં છે. ગત મંગળવારે નાગાલેન્ડે પણ વેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી.
  રાજસ્થાનમાં 29 જાન્યુઆરીએ વેટને 38 ટકાથી ઘટાડીને 36 ટકા કરાયો તો. આસામે સરકારે પણ 12 ફેબ્રુઆરીએ ટેક્સમાં 5 રુપિયાનો ઘટાડો કર્યો હતો. મેઘાલયમાં સરકારે પેટ્રોલ પર રુપિયા 7.40 અને ડીઝલ પર રુપિયા 7.10 નો ઘટાડો કર્યો છે. નાગાલેન્ડ સરકારે પણ પેટ્રોલમાં 18 રુપિયા અને ડીઝલમાં 11 રુપિયાનો ઘટાડો કરીને જનતાને રાહત આપી છે.

(12:00 am IST)