Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

જીવનસાથીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી તે માનસિક ક્રૂરતા સમાન

નવી દિલ્હી,તા. ૨૭: દેશની વડી અદાલતે શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ઘ માનહાનિકારક ફરિયાદ કરવી અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી માનસિક ક્રૂરતા સમાન છે. ન્યાયમૂર્તિ એસ.કે.કૌલના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યુ હતું કે, ઉત્ત્।રાખંડ હાઈકોર્ટે તૂટેલા સંબંધને મધ્યમવર્ગિય વૈવાહિક જીવનની સામાન્ય ટૂટ-ફૂટ ગણાવેલા નિર્ણયમાં ખામી છે.

આ ખંડપીઠે જણાવ્યુ હતું કે, આ નિશ્ચિતપણે પ્રતિવાદી દ્વારા અપીલકર્તા વિરુદ્ઘ ક્રૂરતાનો મામલો છે અને હાઈકોર્ટના નિર્ણયને સાઈડમાં કરીને તથા પરિવાર કોર્ટના નિર્ણય લાગૂ કરવા માટે યોગ્ય રીતે જોઈ શકાય છે. તદઉપરાંત અપીલકર્તા પોતાના લગ્ન ખતમ કરવા હકદાર છે અને વૈવાહિક અધિકારની પુનૅં સ્થાપનાની પ્રતિવાદીની અરજી નામંજૂર હોવાનું માનવામાં આવે છે. તદનુસાર, આ આદેશ આપવામાં આવ્યો છે.

સૈન્ય અધિકારીએ એક સરકારી સ્નાતકોત્ત્।ર કોલેજમાં સભ્ય રહેલી પોતાની પત્ની પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડા માગ્યા હતા. બંનેના લગ્ન ૨૦૦૬માં થયા હતા. તેઓ થોડા સમય માટે સાથે રહ્યા હતા. પણ લગ્નની શરૂઆતથી બંને વચ્ચે મતભેદો શરૂ થયા અને તેઓ ૨૦૦૭માં અલગ થઈ ગયા.

સેનાના અધિકારીએ પોતાની પત્ની પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતું કે, અલગ અલગ જગ્યાએ તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. કોર્ટે આ મામલે કહ્યુ હતું કે, જયારે જીવનસાથીની પ્રતિષ્ઠા તેમના સહકર્મી, તેમના વરિષ્ઠો અને સમાજની વચ્ચે મોટા પાયે નુકસાન પહોંચાડે છે, તો પ્રભાવિત પક્ષથી આવા આચરણમાં માફી આપવી મુશ્કેલ ભર્યુ થાય છે.

(10:12 am IST)