Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સ્વિટઝરલેન્ડમાં કોરોનાની રસી જીવલેણઃ ૧૬ના મોત

પ્રતિકુળ પ્રતિક્રિયાઓના ૩૬૪ કેસની જાણકારી મળી

નવી દિલ્હી, તા.૨૭: સ્વિટઝરલેન્ડમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે લગાવામાં આવેલી રસી બાદ ૧૬ના મોત થયા છે. ચિકિત્સકીય ઉત્પાદનોની એજન્સીએ આ જાણકારી આપી એજન્સીએ કહ્યું કે અમને દવાની શંકાસ્પદ પ્રતિકુળ પ્રતિક્રિયાઓના ૩૬૪ કેસની જાણકારી મળી છે. જેમાંથી ૧૯૯ ફાઇઝર તથા બાયોએટેક તથા ૧૫૪ કેસ મોડર્નાની દવાથી સંબંધિત છે.

એજન્સીએ કહ્યું, ૧૬ લોકોને રસી લગાવ્યા બાદ અલગ-અલગ સમય પર મોત થયા છે. મૃત્યુ પામતા લોકોની અંદાજે ઉંમર ૮૬ વર્ષ હતી અને તેમાંથી વધુ પડતા પહેલેથી ગંભીર હતા. એજન્સીએ જણાવ્યું કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ લોકોનું મોત રસીના કારણે થયું નથી.

(11:25 am IST)