Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કેન્દ્રના સોશિયલ મીડિયા નિયમો તાનાશાહી સમાન : લોકોને બંધારણ દ્વારા અપાયેલા વાણી સ્વાતંત્ર્ય અને ગોપનીયતા ઉપર તરાપ લગાવતા નિયમો વિરુદ્દ મહારાષ્ટ્રના રાજ્યમંત્રી સતેજ પાટીલનો આક્રોશ : સામુહિક વિરોધ કરવાનું એલાન

મુંબઈ : 25 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારે  સોશિયલ મીડિયા કંપનીઓ, જેમ કે ફેસબુક અને ટ્વિટર તેમજ નેટફ્લિક્સ જેવા માધ્યમો માટે સ્પષ્ટ નિયમોની ઘોષણા કરી છે.  જે અંતર્ગત  તેઓને 36 કલાકની અંદર અધિકારીઓ દ્વારાસૂચવાયેલી કોઈપણ સામગ્રીને દૂર કરવાની ફરજ પાડી શકશે.

કેન્દ્ર સરકારના ઉપરોક્ત આદેશ વિરુદ્ધ મહારાષ્ટ્રના રાજ્યમંત્રી સતેજ પાટીલએ આક્રોશ વ્યક્ત કર્યો છે.તથા જણાવ્યું છે કે આ નિયમો  લોકોને  બંધારણ દ્વારા અપાયેલા વાણી સ્વાતંત્ર્ય અને ગોપનીયતા ઉપર તરાપ સમાન છે.જેનો સખ્ત વિરોધ થવો જોઈએ.કેન્દ્ર સરકારની તાનાશાહી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં .

તેમણે ઉમેર્યું હતું કે  લોકશાહી દેશના લોકો આવા મનસ્વી નિર્ણયો સ્વીકારશે નહીં. મીડિયાએ શું પ્રકાશિત કરવું અને શું નહીં તે  કેટલાક અમલદારો નક્કી કરે તે બાબત ભારતમાં અખબારોની સ્વતંત્રતા પર હુમલો કરવા સિવાય કંઈ નથી.તેવું ધ.ટ્રી .દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)
  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST