Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પબજી રમતા મહિલાને વિદ્યાર્થી સાથે થયો પ્રેમઃ ખબર પડતા અફસોસ

વારાણસી : હિમાચલ પ્રદેશની એક ગૃહિણીને પબજી રમતા-રમતા વારણસીના એક વિદ્યાર્થી સાથે પ્રેમ થઇ ગયો. કાંગડા જીલ્લાની મહિલા વિદ્યાર્થીને મળવા ઘરેથી કીધા વગર વારાણસી પહોંચી ગઇ હતી. જો કે મહીલાને જયારે ખબર પડી કે તેને જેની સાથે પ્રેમ થયો તે ૧૨મા ધોરણનો વિદ્યાર્થી છે ત્યારે તેને ખુબ જ અફસોસ થયેલ.

મહિલાએ આ અંગેની માહિતી તેના પરિવારજનોને આપેલ અને વારાણસીથી પરત લઇ જવા જણાવેલ. ઘરેથી કીધા વગર નિકળેલા મહિલાને પોલીસે પોતાની કસ્ટડીમાં લઇ તેના પરિવારજનોને સુપ્રત કરેલ.

(2:39 pm IST)