Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ખાનગી હોસ્પીટલમાં ૨૫૦માં વેકસીનઃ સરકારીમાં વિનામૂલ્યે

કેન્દ્ર સરકાર-રાજ્ય સરકારે કોરોના વેકસીનની કિંમતો જાહેર કરીઃ વેકસીનની કિંમત રૂ. ૧૫૦ અને રૂ. ૧૦૦ અલગથી વહીવટી ચાર્જ લેવાશે : સોમવારથી રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થશેઃ ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરવાળાને અપાશે વેકસીનઃ બે ડોઝના ખાનગીમાં ૫૦૦ રૂ. દેવા પડશે

અમદાવાદ, તા. ર૭ : રાજયમાં પહેલી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથેનાં લોકોને કોરોના વેકિસન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પહેલાં ગુજરાત સરકારે રાજયમાં ખાનગી અને સરકારી વેકિસન સેન્ટરમાં કોરોના રસી અપાશે  તે જાહેર કર્યું હતું. સરકારી સેન્ટરમાં વેકિસન મફત આપવામાં આવશે. પણ ખાનગી સેન્ટરમાં આજે સરકારે રસીની કિંમત જાહેર કરી છે. ખાનગી સેન્ટરમાં કોરોનાની રસીનો એક ડોઝ ૨૫૦ રૂપિયામાં આપવામાં આવશે. એટલે કે કોરોના વેકિસનનો ભાવ ૧૫૦ રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી ૧૦૦ રૂપિયા રહેશે.

ગુજરાતમાં ૧ાૃક માર્ચને સોમવારથી ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને ૪૫ વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી પિડિતા નાગરીકો માટે કોરોના સામેની વેકિસનનો પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થશે. વેકિસનેશનના બીજા તબક્કાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉપરોકત વય મર્યાદા ધરાવતા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો કયારે રસી લેશે એમ પુછવામાં આવતા તેમણે તમામને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે એમ જણાવ્યુ હતુ. ભારત સરકારની સુચના મુજબ ૧ જાન્યુઆરી ૨૦૨૨ (અગામી વર્ષ)ની સ્થિતિએ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫દ્મક ૪૯ વર્ષના પણ અન્ય રોગથી પિડાતા તમામ નાગરીકોને ૧ાૃક માર્ચ ૨૦૨૧ વેકસીન આપવામા આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, પીએમવાય અને મા યોજના તેમજ ઘ્ઞ્ણ્લ્ હેઠળની ખાનગી હોસ્પિટલોમાં પણ રસી આપવામાં આવશે. સરકારી દવાખાનાઓમાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૧૦૦ વહિવટી ખર્ચપેટે રજિસ્ટ્રેશનને તબક્કે લેવાશે અને ભારત સરકાર નક્કી કરે એટલી રકમ અલગથી વસૂલાશે. બીજા તબક્કાના રસીકરણ માટે સરકારી અને ખાનગી મળીને અંદાજે ૫૦૦ જેટલા સેન્ટર શરૂ થશે. તેમાં તબક્કાવાર વધારો થયા કરશે. રસીકરણ માટે દરેક નાગરીક રસીકરણના સ્થળે જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને કોવિન એપ્લીકેશન દ્વારા પણ ઓનલાઈન નોંધણી થઈ શકશે. વેકસીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની જાણ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.

  • ૧૦ લાખની વસતીએ વેકિસનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ, બીજો ડોઝ શરૂ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, ૧૦ લાખની વસ્તીએ વેકિસનેશનમાં ગુજરાત પ્રથમ છે. ગુજરાતમાં ૩૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૪.૮૨ લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ ૪.૦૭ લાખ એટલે કે ૮૪ ટકાથી વધુ અને ૫.૪૧ લાખ ફ્રન્ટલાઈન વર્કર પૈકી ૪.૧૪ લાખ અર્થાત ૭૭ ટકાથી વધુએ વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો છે. જયારે બીજા ડોઝને પાત્ર ૧.૬૪ લાખ હેલ્થ વર્કર પૈકી ૧.૨૩ લાખ અટલે કે ૭૬ ટકાએ બીજો ડોઝ પણ લઈ લીધો છે.

(3:49 pm IST)