Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો મૂકનાર શખ્સો મુંબઈથી ફરાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો સાથે મળેલી કારનો કેસ : મુલુંડ ટોલ પ્લાઝા પાસેથી સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં સંદિગ્ધ ઈનોવા કારમાં મુંબઈ બહાર નિકળતી જોવા મળી

મુંબઈ, તા. ૨૭ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયા બહાર પાર્ક કરવામાં આવેલી વિસ્ફોટક ભરેલી કારની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મુલુંડ ટોલ પ્લાઝા પાસેથી એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં એક ઈનોવા કાર મુંબઈ બહાર નિકળતી હોવાનું જોવા મળે છે.

મુકેશ અંબાણીના ઘર બહાર બે કાર- એક સ્કોર્પિયો અને બીજી ઈનોવા કાર પહોંચી હતી. સ્કોર્પિયોમાં બેઠેલા ડ્રાઈવરે કારને ઘર બહાર છોડી દીધી હતી અને ઈનોવા કારમાં બેસીને ત્યાંથી નિકળી ગયો હતો. પોલીસને એન્ટીલિયા બહાર પાર્ક કરાયેલી સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટિક્સ અને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.

મુલુંડ ટોલ પ્લાઝામાંથી મળેલા સીસીટીવી ફુટેજ મહત્વપૂર્ણ છે જેના પરથી જણાય છે કે મુલુંડ ટોલ પ્લાઝાથી કેવી રીતે આરોપી ફરાર થઈ ગયો. સીસીટીવી ફુટેજમાં આરોપી ટોલના નાણાં ચૂકવતો જોવા મળે છે. ઈનોવા કાર પૂર્વ એક્સપ્રેસ હાઈવે મારફતે ઠાણે તરફ પરત ગઈ હતી. ગાડી સવારે .૦૫ વાગ્યે મુલુંડ ટોલ નાકું પાર કરતી દ્રશ્યમાન થઈ હતી.

મુંબઈ પોલીસે સ્કોર્પિયો વિસ્ફોટક સાથેની કાર પાર્ક કરવાના કેસમાં ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ એન્ટીલિયા નજીક પાર્ક કરાયેલી કારનો રજીસ્ટ્રેશન નંબર મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં રહેલી કારના રજીસ્ટ્રેશન નંબર સાથે મળતો હતો. પોલીસે સ્કોર્પિયોને જપ્ત કરી લીધી છે તેમજ મુકેશ અંબાણીના ઘરની સુરક્ષામાં વધારો કરી દીધો છે. ગુરુવારે સાંજે વાગ્યે પોલીસને મુકેશ અંબાણીના ઘર નજીકથી બિનવારસી કાર મળી આવી હતી.

(7:47 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST

  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST