Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

દેપસાંગની જમીન આ સરકાર પરત નહીં અપાવી શકે : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન તાંકતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી : આરએસએસ ભાજપનું નેતૃત્વ કરે છે, આ માત્ર બંધારણ ઉપર હૂમલો નથી પરંતુ ઇતિહાસ-સંસ્કૃતિ પર હૂમલો છે

નવી દિલ્હી, તા. ૨૭ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચીનને લઇને ફરી એક વખત નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ તામિલનાડુના તૂતૂકુડીમાં કહ્યું કે ચીને ભારતના કેટલાક સ્ટ્રેટેજિક વિસ્તાર પર કબ્જો કર્યો છે. પહેલા તેમણે ડોકલામની અંદર પોતાના આઇડિયાનો પ્રયોગ કર્યો, જ્યારે તેણે જોયું કે ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આપી ત્યારબાદ તેમણે પોતાનો આ આઇડિયા લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં પણ અજમાવ્યો.

આ સરકાર હશે ત્યાં સુધી દેપસાંગમાં આપણી જમીન પરત નહીં આવે. આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે ધર્મનિરપેક્ષતા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનો પાયો છે. આ દેશમાં ધર્મનિરપેક્ષતા પર હૂમલો થઇ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ ભાજપનું નેતૃત્વ કરી રહ્યું છે. આ માત્ર બંધારણ પર હૂમલો નથી પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિ પર હૂમલો છે. જેને રોકવો ઘણો જરૂરી છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તામિલ ભાષા અને સંસ્કૃતિના અપમાનનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દેશ અને તામિલનાડૂના લોકોનું અપમાન કરી રહી છે. તેઓ તામિલ ભાષા, ઇતિહાસ અને સંસ્કૃતિનું પણ અપમાન કરી રહ્યા છે. ભારત ઘણા બધા વિચારો, ભાષાઓ અને પરંપરાઓનો દેશ છે, તે તમામનું સન્માન થવું જોઇએ.

(9:21 pm IST)