Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રસીકરણ માટે ઉપયોગી CoWin App : કઈ રીતે કરશો ડાઉનલોડ : કઇ રીતે કરવું રજીસ્ટ્રેશન : ડૉક્યુમેન્ટ્સની પડશે જરૂર : વાંચો વિગત

નવી દિલ્હી : ડ્રગ કન્ટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ કોવિડ-19ની બે વેક્સિનને સ્વીકૃતિ આપી છે. પહેલા ફેસ માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેક વેક્સીન્સની આપૂર્તિ કરવા માટે તૈયાર છે. આને સોથી પહેલા ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને આપવામાં આવશે પછી 50 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. ત્યાર પછી કેન્દ્ર સરકારે CoWin નામના એક એપ રજૂ કર્યો છે.

આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે 23 ડિસેમ્બર, 2020ના CoWIN સિસ્ટમને મજબૂત કરવા કહ્યું હતું. આ વેક્સીનના રોલ-આઉટ માટે એક ડિજીટલ પ્લેટફૉર્મ હશે. પ્રસાદે ટૉપ ટૂ કોન્ટેસ્ટન્ટ માટે ક્રમશઃ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની રોકડ રકમની ભેટની પણ જાહેરાત કરી હતી. જાણો આ એપ વિશે વધુ.

  હાલ કોવિન એપ કાર્યાત્મક નથી. જો તમે આને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે તો પણ તે હાલ કામ નહીં કરે. એવામાં આ નામની કોઇપણ એપ ડાઉનલોડ કરવાથી બચવું. તે ડુપ્લિકેટ હોઇ શકે છે. આ એપ હાલ પ્રી-પ્રૉડક્ટ સ્ટેજમાં છે. આમાં હેલ્થ ઑફિશિયલ્સ સામેલ છે. CoWin 2.0ને ટૂંક સમયમાં જ ભારતીય નાગરિકો માટે રજૂ કરવાની આશા છે.

હાલ સામાન્ય જનતા કોરોના વેક્સિન માટે રજિસ્ટર કરાવી શકશે નહીં. કારણકે આ હજી અધિકારીઓને જ આના ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે. એકવાર જ્યારે આ એપ ચાલશે ત્યારે તેના ચાર મૉડ્યૂલ હશે જેમાં યૂઝર એડમિનિસ્ટ્રેશન મૉડ્યૂલ, બેનિફિશિયરી રજિસ્ટ્રેશન, વેક્સીનેશન અને બેનિફિશિયરી એક્નોલેજમેન્ટ, સ્ટેટર અપડેશન સામેલ હશે.

જ્યારે એપ લાઇવ થઈ જશે ત્યારે કોવિન એપ કે વેબસાઇટ રજિસ્ટ્રેશન કરવા માટે ત્રણ વિકલ્પ આપશે. આમાં સેલ્ફ રજિસ્ટ્રેશન અને બલ્ક અપલોડ પણ સામેલ હશે. આના લૉજિસ્ટિક્સને હાલ જાહેર કરવામાં આવ્યા નથી. એવું પણ થઈ શકે છે કે સરકાર દ્વારા કેમ્પ્સ લગાડવામાં આવશે અને સામાન્ય જનતા ત્યાં જઇને અધિકારીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સિવાય સર્વેક્ષક અને જિલ્લા પ્રશાસક પણ કેટલાય લોકો પાસેથી એક સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

  લોકોને રજિસ્ટ્રેશન માટે ફોટો ઓળખપત્રની જરૂર હશે જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ સહિત અન્ય સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરીને કહ્યું છે કે વેક્સીનેશન ફ્રન્ટલાઇન વર્કર્સ માટે ફ્રી હશે. તો સામાન્ય જનતા માટે આનું શું મૂલ્ય હશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી.

(10:32 pm IST)
  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST