Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બિડનએ અમેરિકનને આપી મોટી રાહત : કોરોના વાયરસ માટે 1900 અબજ ડૉલરના રાહત પેકેજને મંજૂરી

લોકો, વેપારીઓ, રાજ્યો અને શહેરોને નાણાકિય મદદ આપવામાં આવશે.

અમેરિકામાં વસતા લોકો માટે રાહતનાં સમાચાર છે, દેશની સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવે 1900 અબજ ડોલરનાં કોરોના વાયરસ પેકેજ સંબંધી નવા બિલને શનિવારે મંજૂરી આપી દીધી છે,

 અત્રે ઉલ્લેખનિય છે કે પ્રમુખ જો બિડેને કહ્યું કે આ પેકેજ દ્વારા કોવિડ-19 રોગચાળાનાં કારણે સંકટનો સામનો કરી રહેલા

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવમાં 212ની તુલનામાં 219 વોટથી આ બિલને પસાર કરવામાં આવ્યું, હવે આ બિલને સેનેટની મંજુરી માટે મોકલવામાં આવશે, જ્યાં ડેમોક્રેટ લઘુત્તમ વેતન વધારવાનાં મુદ્દા પર નરમ પડી શકે છે, અને સરકારી મદદ તથા અન્ય મુદ્દા પર વિવાદ થઇ શકે છે.

ગૃહમાં લઘુમતીનાં નેતા કેવિલ મેકાર્થીએ કહ્યું મારા સહયોગી આ બિલને સાહસિક પગલું ગણાવી રહ્યા છે, પરંતું આ માત્ર બનાવટી છે, આ રકમની યોગ્ય રીતે ફાળવણી થઇ નથી, જે તેમને લોકપ્રિય બતાવી રહ્યા છે, હું તેમને કહીશ આ સંપુર્ણ રીતે વિભાજીત છે.

(10:40 pm IST)