Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

બિહારના અરરિયા ગામમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ધોળે દિવસે 37 લાખ રૂપિયાની લૂંટ: બેંક ખુલતાની સાથે જ હથિયારધારી બદમાશોએ બેંક મેનેજર સહિતના સ્ટાફ તથા ગ્રાહકોને બાથરૂમમાં પુરી દઈ તાળું મારી દીધું : બેંકના ગાર્ડની બંદૂક તોડી નાખી અને કેશિયર પાસેથી ચાવી લઇ રોકડ રકમની ઉચાપત કરી : બેંકમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ખોલીને પોતાની સાથે લઈ ગયા : પોલીસ તપાસ ચાલુ

અરરિયા : બિહારના અરરિયામાં વહેલી સવારે બેંક ખુલતાની સાથે જ હથિયારધારી બદમાશો બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં પહોંચી ગયા હતા. તેઓએ ધોળે દિવસે 37 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ દરમિયાન બેંક મેનેજર સહિતના ગ્રાહકોને બાનમાં લીધા હતા.

અરરિયા બસ સ્ટેન્ડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં શુક્રવારે સવારે બેંક ખુલતાની સાથે જ સંખ્યાબંધ માસ્ક પહેરેલા હથિયારબંધ બદમાશોએ 37 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ગુનેગારોએ મેનેજર સહિત તમામ સ્ટાફ, બેંકમાં આવેલા ગ્રાહકોને બંધક બનાવીને બાથરૂમમાં લઈ જઈને તાળા મારી દીધા હતા.

બદમાશોએ બેંકના ગાર્ડની બંદૂક તોડી અને પછી કેશિયર પાસેથી ચાવી લીધી અને તિજોરી ખોલતા જ તેમાં રાખેલા 37 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. આ ઘટના સાડા નવ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે બદમાશો બેંકમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ખોલીને પોતાની સાથે લઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ એસપી અશોક કુમાર સિંહ, એસડીપીઓ પુષ્કર કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી. એસપી અશોક કુમાર સિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. તેવું એચ.ટી;એચ.દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)